જુનાગઢ મનપા જનરલ બોર્ડની બેઠકમાં શાસક ભાજપના કોર્પોરેટરોએ અનેક પ્રશ્ર્નોના જવાબ માંગ્યા

17 September 2021 02:23 PM
Junagadh
  • જુનાગઢ મનપા જનરલ બોર્ડની બેઠકમાં શાસક ભાજપના કોર્પોરેટરોએ અનેક પ્રશ્ર્નોના જવાબ માંગ્યા

વિપક્ષે રેઢીયાળ ઢોર, ઓવરબ્રીજ, જોષીપરાની દુકાનો પ્રશ્ર્ને રજુઆત કરી

જુનાગઢ તા.17
ગઈકાલે જુનાગઢ મનપાનું જનરલ બોર્ડ મળ્યું હતું જેમાં ભાજપ શાસીત ભાજપના જ કોર્પોરેટરોએ વેધક સવાલો કર્યા હતા. 5 કોર્પોરેટરોએ તુટેલા રોડ, રસ્તા હાલમાં જ નવા બનેલા છતાં કેમ તૂટી ગયા? ગટરોનાં ઢાંકણ ઉંચા નીચા કેમ? પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જાય છે, પાણીનો બગાડ થાય છે સહિતના પ્રઅશ્ર્નો પુછી સતાધારી પક્ષના કોર્પોરેટરોએ જ પ્રશ્ર્નોના જવાબ માંગ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો. વિપક્ષે પણ રખડતા ઢોર કુતરાઓનો ત્રાસ માલીકીના ઢોરને છોડી મુકવાના મુદે તેનો આતંક વોંકળા ઉપર થયેલ પેશકદમી જોષીપરા અંડરગ્રાઉન્ડનો પ્રશ્ર્ન જોષીપરાની દુકાનોનો લટકતો પ્રશ્ર્ન, ઓવરબ્રીજનો પ્રશ્ર્ન, નરસિંહ મહેતા સરોવર, મનપામાં અનેક મટીરીયલ્સ (જીઈએમ) જેમના નામે ઉંચા ભાવે થતી ખરીદીના મામલે ઉગ્ર રજુઆત કરી હતી, ચીફ ફાયર ઓફીસરની ભરતી અંગેના નિયમોની દરખાસ્તને બહુમતીના જોરે મંજુર કરવામાં આવી હતી. સ્મશાન પાસે ભગવાન પરશુરામની પ્રતિમાને બોર્ડે સર્વાનુમતે મંજુરી આપી દીધી હતી.

ચેકીંગ કર્યું તો રસ્તા કેમ તુટી ગયા?: જુનાગઢમાં નવા બનેલ રસ્તાઓ 4 માસમાં જ કેમ તૂટી ગયા? રસ્તાઓનું સુપરવિઝન સાથે ચેકીંગ કર્યું હોવા છતાં કેમ તમામ રોડ તુટી ગયા. માત્ર ફોટા પડાવી ચેકીંગ બતાવી દેવાયું હતુ. દર વર્ષે રોડ તુટી જવાની પરંપરા કયારે અટકશે, પ્રજા સારી છે કે કોર્પોરેટરોને મારતી નથી, વરસાદ સામાન્ય પડે તો પણ રસ્તા કેમ તૂટી જાય છે. અન્ય મહાનગરોમાં કેમ બનતું નથી. વરસાદ જુનાગઢથી પણ વધારે વડોદરા-અમદાવાદ-રાજકોટ સહિતના મહાનગરોમાં કેમ આટલી હદે મેટ્રોસીટીની હાલત જુનાગઢ જેવી થતી નથી તે જુનાગઢમાં 4 જ માસમાં તુટી ગયા કવોલીટી ક્ધટ્રોલની જવાબદારી કોની? ફોજદારી પગલા લેવાની માંગણી કરી હતી. ગટરના ઢાંકણાનો પ્રશ્ર્ન પણ ઉઠવા પામ્યો હતો.
ઓવરબ્રીજનો પ્રશ્ર્ન... લાંબા સમયથી ઓવરબ્રીજનો પ્રશ્ર્નની વાતો જ થઈ રહી છે.

કોઈ કામગીરી થતી જ નથી. અનેક વખત પ્રેઝન્ટેશન થયા છે, પણ કામગીરી નહી તારીખ આપોની રજુઆત કોંગ્રેસના કોર્પોરેટર લલીતભાઈ પરસાણાએ કરી હતી.વોંકળાના દબાણો: નાના રેંકડીવાળા- ધંધાવાળા ગરીબોને હટાવવામાં આવે છે. પરંતુ વોંકળા ઉપર બિલ્ડીંગો ખડકી દેનારા 15 વોંકળા ઉપર ખડકાયેલ બિલ્ડીંગો- દુકાનો કયારે હટાવાશે તેવો પ્રશ્ર્ન વિપક્ષ નેતાએ કર્યો હતો.


Loading...
Advertisement
Advertisement