જેતપુરમાં ભાદરના બેઠા પુલ પરથી તણાયેલા રિક્ષા ચાલકની કોહવાયેલી લાશ મળી આવી

17 September 2021 02:25 PM
Junagadh
  • જેતપુરમાં ભાદરના બેઠા પુલ પરથી તણાયેલા રિક્ષા ચાલકની કોહવાયેલી લાશ મળી આવી

જેતપુર, તા. 17
જેતપુર શહેરના દેરડી રોડ પર ભાદર નદીના બેઠા પુલ પરથી પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલ રીક્ષા ચાલક યુવકની સામાં કાંઠાના મોટા પુલ નીચેથી કોહવાય ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી.

ગત તા. 14 તારીખ રાત્રીના સમયે દેરડી રોડ પર ભાદર નદીના બેઠા પુલ પર પાંચ ફૂટ જેટલું પાણી ચડી ગયું હતું. અને ત્યાં પુલ પર ઘોર અંધકાર હોય ઉપરાંત કોઈ સરકારી પ્રસાસન દ્વારા પુલ ન જવા માટેની કોઈ સૂચના નહિ. બીજી બાજુ પુલ પર ઘોર અંધકારને કારણે પાણીનો કોઈ અંદાજો લગાવી ન શકાય. તે દરમીયાન શહેરના બોખલા દરવાજા પાસે રહેતો હારુનભાઇ આમદભાઇ આમદાણી ત્યાંથી રીક્ષા લઈને નીકળ્યો અને તેને પાણીનો કોઈ અંદાજો ન હોવાથી પુલ પરથી પસાર થતા જ પાણીના પ્રવાહમાં રીક્ષા સાથે તણાઈ ગયો હતો.

હારૂનભાઈની પાછળ અન્ય રીક્ષા ચાલકો પણ હોવાથી તેઓએ તેને નજરની સામે પાણીના પ્રવાહમાં તણાયા જોતા તરત જ પોલીસને તેમજ નગરપાલિકાને જાણ કરી હતી. જેથી રેસ્ક્યુ ટીમે નદીમાં શોધખોળ હાથ ધરી હતી. જેમાં બેઠી ઢાબીના પુલ પાસેથી રીક્ષા મળી હતી. અને આજે વહેલી સવારે તેના પરીજનો બનાવ બન્યો ત્યાંથી થોડે આગળ સામાંકાંઠાના નવા પુલ પાસે પાણી ઉતરી ગયું હોવાથી નદી કાંઠે ઝાળી ઝાંખળામાં શોધખોળ કરતા હતા ત્યાં તેમને કોહવાયેલી હાલતમાં હારૂનભાઈની લાશ મળી આવતા તેને બહાર કાઢી પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડાયેલ હતી.


Loading...
Advertisement
Advertisement