જુનાગઢ જોષીપુરા શાક માર્કેટ પાસે જુના મનદુ:ખ પ્રશ્ર્ને તલવાર વડે હુમલા

17 September 2021 02:30 PM
Junagadh
  • જુનાગઢ જોષીપુરા શાક માર્કેટ પાસે જુના મનદુ:ખ પ્રશ્ર્ને તલવાર વડે હુમલા

જુનાગઢ, તા. 17
જુનાગઢ જોષીપરા શાક માર્કેટ પાસેના સગુન એપાર્ટમેન્ટ નજીક રહેતા પ્રફુલભાઇ રમણીકભાઇ ચાવડા (ઉ.વ.38)ને આરોપી ભનુ સાથે જુના મનદુ:ખમાં બોલાચાલી થયેલ જે બાબતે આરોપી રોહિતે તલવારથી સાહેદને તલવારનો ઘા ડાબા હાથમાં મારી અન્ય શખ્સોને ઢીકાપાટુનો માર મારી છુટા પથ્થરોના ઘા માર્યાની ફરીયાદ બી ડીવીઝનમાં નોંધાવી હતી જેમાં આરોપીઓ તરીકે ભજુ, રોહિત અને અન્ય બે અજાણ્યા શખ્સો સહિત ચારના નામો આપ્યા હતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

સામાપક્ષે ભનુ વજુભાઇ મકવાણા (ઉ.વ.42) રે. શાન્તેશ્ર્વર રોડવાળાએ બે અજાણ્યા શખ્સો અને બે અજાણી મહિલાઓ સામે બી ડીવીઝનમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપીઓએ શાકભાજીની લારી રાખવાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી ડાબા હાથમાં ભનુભાઇને છરીનો ઘા મારી પાછળથી આવેલા ત્રણ શખ્સોએ ભુંડીગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યાની ફરીયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement