ભણતરના દબાણના કારણે કંટાળી જઇને વિદ્યાર્થીની યુવતી અઘટિત પગલું ભરે તે પહેલા બચાવી લેવાઇ

17 September 2021 02:47 PM
Veraval
  • ભણતરના દબાણના કારણે કંટાળી જઇને વિદ્યાર્થીની યુવતી અઘટિત પગલું ભરે તે પહેલા બચાવી લેવાઇ

વેરાવળ તા. 17
વર્તમાન સમયમાં પરીવાર તરફથી ફુલ જેવા બાળકો પર ભણતરના દબાણના કારણે કંટાળી જઇ ઘણી વખત અઘટિત પગલુ ભરતા હોવાના દાખલા સમાજમાં દિન-પ્રતિદિન જોવા મળે છે. જેના કારણે પરીવારજનોને જીંદગીભર અફસોસ પણ સહન કરવો પડે છે. ત્યારે વાલીઓ માટે આંખ ઉઘાડતી ઘટના સામે આવી છે જો કે, વેરાવળ પોલીસને સમય સૂચક કામગીરીના કારણે 16 વર્ષીય વિઘાર્થીની યુવતિ કોઇ મુશ્કેલીમાં મુકાય તે પૂર્વે જ બચાવી લેવાઇ હતી.

આ અંગે માહિતી આપતા સીટી પીઆઇ ડી.ડી.પરમારએ જણાવેલ કે, ગઇકાલે સાંજના સમયે વેરાવળ બસ સ્ટેશનમાં એક 16 વર્ષીય યુવતિ મુંઝવણભરી સ્થિતિમાં આટાફેરા કરી રહી હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના પગલે શહેર પોલીસની જઇંઊ ટીમના પીએસઆઇ આર.એચ.સુવા સ્ટાફ સાથે બસ સ્ટેશનએ તુરંત પહોંચી ગયા હતા. જયાંથી યુવતિને પોલીસ સ્ટેશનએ લઇ આવી પુછપરછ કરતા તેણી રાજકોટ જીલ્લાના લોઘીકા તાલુકાના મેટોડા ગામની નેહા કમલેશભાઇ પાલા (ઉ.વ.16) અને ઘો.10 બોર્ડમાં અભ્યાસ કરતી હોવાનું જણાવેલ હતુ. તેણીને ભણવા બાબતે પરીવારજનો ઠપકો આપતા હોવાથી કંટાળી જઇ માતા-પિતાને કહયા વગર ગઇકાલે સવારે ઘરેથી નિકળી જઇ બસ મારફત વેરાવળ પહોંચી હતી. પણ હવે અહીં (વેરાવળ)માં શું કરવુ તેની કશી ખબર ન પડતી હોવાથી મુંઝાઇ હતી.યુવતિએ જણાવેલ વિગતોના આઘારે તેના માતા-પિતાને જાણ કરી અત્રે બોલાવેલ હતા. બાદમાં પોલીસ અઘિકારીઓની હાજરીમાં તેમને સોપી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આમ, એકલી મુંઝવણભરી સ્થિતિમાં રહેલ યુવતિ કોઇ અઘટીત પગલુ ભરે કે તેની સાથે કોઇ ઘટના ઘટે તે પૂર્વે જ પોલીસની સમય સૂચક કામગીરીના કારણે વિઘાર્થીની યુવતિને બચાવી લેવાની સાથે ફરી પરીવાર સાથે મિલન કરાવી પોલીસની જઇંઊ(મહિલા) ટીમએ પ્રેરક ફરજ બજાવી છે. કામગીરીમાં જઇંઊટીમના કલ્પનાબેન, ઉષાબેન, કંચનબેન, વિજયભાઇ, નદિમભાઇ સહિતના સ્ટાફએ ફરજ બજાવી હતી.


Loading...
Advertisement
Advertisement