વેરાવળમાં ખારવા સમાજના ઇષ્ટદેવ રામદેવજીના ધ્વજા આરોહણ નિમિત્તે પૂજા-અર્ચના કરાઇ

17 September 2021 02:53 PM
Veraval
  • વેરાવળમાં ખારવા સમાજના ઇષ્ટદેવ રામદેવજીના ધ્વજા આરોહણ નિમિત્તે પૂજા-અર્ચના કરાઇ

વેરાવળ, તા. 17
વેરાવળમાં ખારવા સમાજના ઇષ્ટદેવ તેમજ હિન્દુ ઘર્મના આરાધ્યદેવ શ્રી રામદેવજીની ઘ્વજા આરોહણ નિમીતે ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલના વડપણ હેઠળ દ્યનશ્યામ પ્લોટમાં આવેલ કામનાથ મંદિર ખાતે પુજા અર્ચના કરવામાં આવેલ ત્યારબાદ વર્તમાન પરીસ્થિતીને અનુસંધાને જુદા-જુદા વાહનો મારફત જાલેશ્વર ખાતે પહોંચેલ જયાં રામદેવપીર મંદિરે ઘ્વજા આરોહણ કરવામાં આવેલ હતી.

વેરાવળ શહેરમાં ખારવા સમાજના ઇષ્ટદેવ તેમજ હિન્દુ ઘર્મના આરાઘ્યદેવ રામદેવજીના જન્મ જયંતિ પ્રસ્ંગે ગઇ કાલે દ્યનશ્યામ પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી કામનાથ મંદિર ખાતે પૂર્જા અર્ચના કરાયેલ જેમાં સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ કીરીટભાઇ ફોફંડી, પૂર્વ પટેલ લખમભાઇ ભેંસલા, ઉપપટેલ ગોવિંદભાઇ વણીક, પદમભાઇ માલમડી, નગરપાલિકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, પૂર્વ પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ, સી ફુડ એક્ષપોર્ટ એસો.ના પ્રમુખ કેતનભાઇ સુયાણી, લોઘી સમાજના પટેલ ચુનીભાઇ ગોહેલ, મનસુખભાઇ સોનેરી, કીશનભાઇ ફોફંડી, રાજેશભાઇ સુયાણી, મનસુખભાઇ સુયાણી, ચુનીભાઇ વણીક, જેઠાભાઇ ગંડેરી, ચુનીભાઇ ફોફંડી, ગોવિંદભાઇ વણીક, રમેશભાઇ ફોફંડી (એમ.આર.એફ.), પ્રભુદાસભાઇ ભેસલા, ચુનીભાઇ સુયાણી, મનસુખભાઇ વઘાવી, રાજુભાઇ દરી સહીતના ઉપસ્થિત રહેલ હતા.

કૃષ્ણનગરમાં નવા રામ મંદિર થઇ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતેથી વાહનો મારફત જાલેશ્વર ખાતે રામદેવજી મંદિરે પહોંચેલ જયાં સમાજના આગેવાનો દ્વારા મંદિરે બાવન ગજની ભવ્ય ઘ્વજા પૂજા-અર્ચના કરી મંદિર ઉપર ચડાવાતા ઘ્વજારોહણનો ઘર્મોત્સવ શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થયેલ હતો. વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઇ તન્ના, પીપલ્સ બેંકના ડાયરેકટર મુકેશભાઇ ચોલેરા, ધીરૂભાઇ ખૈરેયા, પ્રવિણભાઇ આમહેડા, સમસ્ત મુસ્લીમ સેવા સમાજના અનવરભાઇ ચૌહાણ, ખારાકુવા ફીશ એસો.ના પ્રમુખ રફીકભાઇ મૌલાના, ઇન્ડ. એસો.ના ચેરમેન ઇસ્માઇલભાઇ મોઠીયા, નગરસેવકો ગુલામખાન, ફારૂકભાઇ બુઢીયા સહીતના દ્વારા આગેવાનો તથા ઘ્વજાજીને હારતોરા કરી સ્વાગત કરેલ હતું.


Loading...
Advertisement
Advertisement