કેશોદમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: લોકો પરેશાન

17 September 2021 02:57 PM
Junagadh
  • કેશોદમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: લોકો પરેશાન

કેશોદ, તા. 17
અજાબ શેરગઢ વિસતારમાં છ ઈંચ વરસાદ વરસ્યો હતો જેથી અજાબ શેરગઢ વચ્ચે આવેલ ખડખડીયામાં પુર આવતા પુલના નાલા બંધ થતા વાડી વિસ્તારનો રસ્તો ધોવાયો હતો આ બાબતે આજુબાજુના ખેડુતોના જણાવ્યા મુજબ આ પુલમાં નાલા ઓછા છે અને સાઈડુ નીચી હોય જેથી આ રસ્તાનુ ધોવાણ થયેલ છે આજે સ્થળ ઉપર નિલેશભાઈ અઘેરા, મહેશભાઈ આંકોલા અને મગનભાઈ અઘેરા એ મુલાકાત લીધી હતી અને આ રસ્તો રિપેર કરવામાં આવે તેવી માંગ કરી હતીકેશોદ તા. પ્રકાશદવે દ્વારા કેશોદમાં બે દિવસમાં દશ ઈંચ વરસાદ પડી જતાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા.કેશોદ ના જાગનાથ અને રણછોડ નગરમાં વરસાદી પાણી ધુસીયા છે અને આ વિસ્તારમાં વષોે થી આ સમસ્યા છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થતી નથી જેથી લોકો ને ચોમાસામાં હાલાકી સામનો કરવો પડે છે ત્યારે નગરપાલિપાલકા દ્વારા પાણી નો કોઈ નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છે.


Loading...
Advertisement
Advertisement