મોરબીના રંગપર ગામ પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધાને બાઇક ચાલકે હડફેટે લેતા સારવારમાં

17 September 2021 02:58 PM
Morbi Crime
  • મોરબીના રંગપર ગામ પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધાને બાઇક ચાલકે હડફેટે લેતા સારવારમાં

સીમેન્ટના કારખાનામાં કામ કરતા બાળકને ઇજા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા. 17
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામના બધીબેન ખીમાભાઈ સાગઠીયા નામની 61 વર્ષીય વૃદ્ધા ઘર નજીક રાણીવાળા કુવા પાસેથી પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.જેથી બીટ જમાદાર આર.બી.વ્યાસે તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર શ્રદ્ધાપાર્ક વિસ્તારમાં રહેતા વિનાયકભાઈ કાંતિલાલ બારૈયા નામના 62 વર્ષીય આધેડને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. બી ડિવિઝન પોલીસ મથકના જે.એમ.જાડેજા એ આગળની તપાસ શરૂ કરેલ છે.

બે ને ઈજા
મોરબી તાલુકાના રામગઢ (કોયલી) ગામે રહેતો મહેશ બાબુભાઈ પંચાલ નામનો યુવાન વાહનમાં જતો હતો ત્યારે અકસ્માતમાં ઈજાઓ થતાં મહેશ પંચાલને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. જયારે હળવદના મયુરનગર ગામનો અજય ગોવિંદભાઈ મૈયડ નામનો 20 વર્ષીય યુવાન બાઇક લઇને વાડીએ જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લવાયો હતો.

બાળક-યુવાન સારવારમાં
જેતપુર (મચ્છુ) ગામ નજીક આવેલ સિમેન્ટના ગડદા બનાવવાના કારખાનામાં મશીનમાં પગ આવી જવાથી જગદીશ હવસિંગ ભાંભોર નામના 15 વર્ષીય સગીરવયના આદીવાસી બાળકને ઇજાઓ થવાથી સારવારમાં અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યારે રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટમાં રહેતા પિન્ટુભાઈ કાળુભાઈ ઉંડીયા નામના 22 વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતાં તેને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement