આનું નામ નશીબ: સતત ચૂંટાતા અમૃતિયા મંત્રી પદ માટે તરસતા રહ્યા અને ભાજપમાંથી પ્રથમ વખત ચૂંટાયેલા મેરજાને મંત્રી પદ

17 September 2021 03:00 PM
Morbi
  • આનું નામ નશીબ: સતત ચૂંટાતા અમૃતિયા મંત્રી પદ માટે તરસતા રહ્યા અને ભાજપમાંથી પ્રથમ વખત ચૂંટાયેલા મેરજાને મંત્રી પદ

બાબુભાઇ પટેલ 1990માં નર્મદા મંત્રી હતા: મોરબી ભાજપનો ઇતિહાસ વાગોળતા આગેવાનો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા. 17
ગઇકાલે રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ હતો જેમાં મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરેજાને મંત્રી તરીકેના શપથ લીધા હતા અને હાલમાં તેઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવેલ છે આમ મોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપરથી અત્યાર સુધીમાં ચૂંટાયેલા ધારાસભ્યોએ પૈકીનાં બ્રિજેશભાઈ મેરજા બીજા ધારાસભ્ય છે કે જેમને રાજયના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે

છેલ્લા દિવસોમાં રાજ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ થવાથી રાજ્યના 17 માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બન્યા છે અને ગઇકાલે તેના મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં મોરબી માળીયા બેઠક ઉપરથી છેલ્લે યોજાયેલ પેટા ચુંટણીમાં વિજેતા બનેલા શિક્ષિત અને શાંત સ્વભાવના બ્રિજેશભાઈ મેરેજાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે લેવામાં આવેલ છે અને તેઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે જો કે, મોરબી માળીયા વિધાનસભા બેઠક જયારથી અસ્તિત્વમાં આવેલ છે ત્યારથી આજ સુધીમાં સૌથી વધુ વખત કાંતિભાઈ અમૃતીયા આ બેઠક ઉપરથી ચૂંટાયા છે પરંતુ તેઓને કયારેય મંત્રી મંડળમાં સમાવવામાં આવ્યા ન હતા અને બ્રિજેશભાઈ મેરજાને ભાજપના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટતાની સાથે જ સીધી લોટરી લાગી ગયેલ છે

અત્રે ઉલેખનીય છે કે, મોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપરથી અત્યાર સુધીમાં ઘણા ધારાસભ્યોએ ચૂંટાયા છે તેમાથી અગાઉ બાબુભાઇ જશભાઈ પટેલ વર્ષ 1990 થી 1995 સુધી ચીમનભાઈ પટેલની સરકારમાં નર્મદા વિભાગના મંત્રી હતા ત્યારે બાદ બીજા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા છે કે જેને રાજયના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. હાલમાં મોરબી જીલ્લામાં પાંચ તાલુકાનો સમાવેશ થાય છે જેમાં મોરબી, માળીયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકો આવે છે અગાઉ મોહનભાઇ કુંડારીયા ટંકારાના ધારાસભ્ય અને જયંતીભાઈ કવાડીયા હળવદના ધારાસભ્ય હતા ત્યારે તેઓને મંત્રી બનાવવામાં આવ્યા હતા


Loading...
Advertisement
Advertisement