ભચાઉ એસ.ટી.બસ ડેપોમાંથી કોલીજીયન યુવતીની બેગમાંથી મોબાઇલ ફોન તથા રોકડ રકમ સેરવી જવાઇ

17 September 2021 03:03 PM
kutch
  • ભચાઉ એસ.ટી.બસ ડેપોમાંથી કોલીજીયન યુવતીની બેગમાંથી મોબાઇલ ફોન તથા રોકડ રકમ સેરવી જવાઇ

(ગની કુંભાર) ભચાઉ તા. 17
ભચાઉ એસટી બસ ડેપોમાંથી કોલેજીયન યુવતીની બેગમાંથી મોબાઈલ ફોન અને રોકડ સેરવી જવાઇ આધોઇ ગામથી ભચાઉ અભ્યાસ માટે આવતી યુવતીએ હલમાજ નવો ફોન હપ્તાથી લીધો હતો. વાગડ વિસ્તારમાં ગુન્હાહિત પ્રવૃત્તિનું સ્તર જિલ્લામાં સામાન્ય રીતે ઊંચું રહેતું આવ્યું છે. તેમાં હવે ચોરી લૂંટ જેવા બનાવો દિનદહાડે સામે આવી રહ્યા છે, ત્યારે ભચાઉમા ત્રણ દિવસ પૂર્વે એક વ્યાપારી પાસેથી ખરા બપોરે છરીની અણીએ મોટર સાયકલની લૂંટ ચલાવી હોવાનો બનાવ તાજો છે ત્યાં આજે ભચાઉના એસટી બસ મથકેથી ગરીબ પરિવારની એક કોલેજીયન યુવતીની બેગમાંથી કોઈ હરામખોર નવો ખરીદેલો મોબાઈલ ફોન અને તેના કવરમાં રહેલા રૂપિયા સેરવી ગયો હોવાની ઘટના સામે આવી છે. બનાવની પ્રાથમિક માહિતી અનુસાર આધોઇ ગામથી ભચાઉની મહિલા કોલેજ ખાતે ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી કુ.જ્યોતિ હીરાલાલ વાઘેલા પોતાના રૂટિન મુજબ અભ્યાસ પૂર્ણ કરી પરત આધોઇ જવા નવા બસ મથકે અન્ય સહેલીઓ સાથે એસટી બસની રાહ જોઈ રહી હતી ત્યારે તેના કોલેજ બેગમાં રાખેલા અને સરલ હપ્તાથી ખરીદેલા રૂ 15 હજારના નવા મોબાઈલ ફોન અને તેના કવરમાં રાખેલા રૂ 1500ની રોકડ કોઈ ગઠિયો સિફત પૂર્વક સેરવી ગયો હતો. બનાવની જાણ થતાં ગરીબ પરિવારની દીકરી દુ:ખ સાથે પરિવારને ફોન કરી જાણ કરી હતી. પરિજન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવા આવી ગયાનું જાણવા મળ્યું છે.


Loading...
Advertisement
Advertisement