વેરાવળમાં બે દુકાનોના છાપરા તોડી તસ્કરો રૂા.88 હજારની મતા ચોરી ગયા

17 September 2021 03:07 PM
Veraval Crime
  • વેરાવળમાં બે દુકાનોના છાપરા તોડી તસ્કરો રૂા.88 હજારની મતા ચોરી ગયા

ત્રિવેણી સંગમમાં કચરો ફેંકનાર સામે ગુનો દાખલ

વેરાવળ, તા. 17
વેરાવળમાં જૂનાગઢ રોડ ઉપર સાઇબાબા મંદિર સામે બીલ્ડીંગ મર્ટીરીયલ તથા ટાઇલ્સની બે દુકાનોના છાપરા તસ્કરોએ તોડી અંદર પ્રવેશ કરી રોકડા રૂા.88 હજારની ચોરી થયેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાયેલ છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાઇબાબા મંદિર સામે આવેલ શકિત મોલની બાજુમાં શ્રીજી બીલ્ડીંગ મર્ટીરીયલ તથા તેની બાજુમાં આવેલ ફયુજન ટાઇલ્સ નામની દુકાનમાંથી રોકડા રૂપીયાની ચોરી થયેલ છે જેમાં દિનેશભાઇ રાયઠઠ્ઠાની શ્રીજી બીલ્ડીંગ મર્ટીરીયલની બારીની લોખંડની ગ્રીલ તસ્કરોએ તોડી અંદર પ્રવેશ કરી ખાનામાં રહેલા રોકડા રૂા.40 હજાર તેમજ બાજુમાં આવેલ ફયુજન ટાઇલ્સ નામની દુકાનના છાપરા તોડી પ્રવેશ કરી રોકડા રૂા.38 હજાર મળી કુલ રૂા.88 હજારની ચોરી થયેલ હોવાનું ફરીયાદમાં નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ. મારૂ એ હાથ ધરેલ છે.

પ્રભાસ પાટણ ખાતે આવેલ પવિત્ર ત્રીવેણી સંગમમાં પ્લાસ્ટીકનો કચરો નાખવાની સામે પ્રતિબંધ ફરમાવેલ હોય તેમ છતાં ભાવેશ ભોજાભાઇ વાજા રહે.કાંજલી વાળાએ પ્લાસ્ટીકની કોથળીઓ તથા અન્ય કચરો નાખતા ભાવેશ વાજા સામે જાહેરનામા ભંગ બદલ પો.કો. કૈલાશસિંહ બારડ એ પ્રભાસ પાટણ પોલીસમાં ફરીયાદ નોંધાવતા ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

જુગાર
કદવાર ગામે ઘંટીની સામે વડલાના ઝાડ હેઠળ જુગાર રમતા અરવીંદ બીજલભાઇ વાજા, રામસીંગ વિરાભાઇ ખુંટડ, જયેશ બાબુભાઇ ગઢીયા, પ્રવિણ ભાયાભાઇ કામળીયા, કાના ભીખાભાઇ જેઠવા, જગદીશ જેશાભાઇ ખુંટડ, રાજેશ બાબુભાઇ ગઢીયા ને રોકડા રૂા.25,670 ની સાથે પો.કો. ભાવેશભાઇ પરમાર સહીતના સ્ટાફે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત કદવાર ગામે સાંકળી શેરીમાં રહેતા સુરેશ સીદાભાઇ ખુંટડના મકાનની સામે ફળીયામાં લાઇટના અંજવાળે જુગાર રમતા સુરેશ સીદાભાઇ ખુંટડ, દીલા ભીખાભાઇ ચુડાસમા, લખમણ વિરાભાઇ વાઝા, વજુ બાલુભાઇ ગઢીયા, રાજા રામભાઇ વાઝાને રોકડા રૂા.18,530 ની સાથે પો.કો. ચંદ્રજીતસિંહ જાદવ સહીતના સ્ટાફે ઝડપી લીધેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement