ઘેડ પંથકમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા ધારાસભ્ય હર્ષદ રીબડીયા

17 September 2021 03:11 PM
Junagadh
  • ઘેડ પંથકમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા ધારાસભ્ય હર્ષદ રીબડીયા

પુર-અતિવૃષ્ટિમાં ખેડૂતોને નુકસાન: રાહત પેકેજની માંગ

જુનાગઢ તા.17
જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વધુ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો અને ખેડૂતોને થયેલાં નુકસાનનું ધારાસભ્ય હર્ષદ રીબડીયા એ કર્યું નિરીક્ષણ કરી પૂર અને અતિ વ્રુષ્ટિ નો ભોગ બનનાર અસરગ્રસ્તો માટે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા સરકાર સમક્ષ માંગ કરી છે.

છેલ્લા ઘણા દિવસોથી ઘેડ પંથકમા વધું વરસાદ પડવાથી નદીઓમાં ઘણું પાણી આવવાથી ઘેડ પથંકના ખેડૂતોને મોટાં પ્રમાણમાં નુકશાન થયું છે ત્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હવાઈ નિરીક્ષણ કર્યું પણ ઘેડ પથંકમાં હવાઈ નિરીક્ષણ નથી કર્યું ત્યારે આજે વિસાવદર ભેસાણ ના ખેડૂત પુત્ર ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા ને જાણ થતાં તાત્કાલિક ઘેડ પથંકમાં આગેવાનો સાથે મુલાકાત અને જાત નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને ખેડૂતો ના ખેતરોમાં તેમજ ગામમાં જઈને નિરીક્ષણ કર્યું હતું અને સરકાર પાસે માંગ કરી હતી કે જે ખેડુતોને નુકસાની થય છે અન્ય બીજી કોઇ નુકસાની થય છે

તેનું તાત્કાલિક સર્વે કરી રાહત પેકેજ જાહેર કરવામા આવે અને તેને સહાય ચુકવવામાં આવે તેવી માંગ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા એ કરી હતી. આં તકે જૂનાગઢ કિસાન સેલના પ્રમુખ મનીષભાઈ નદાનીયા કેશોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિનભાઈ ખટારિયા શહેર પ્રમુખ સમીરભાઈ પાચાણી જૂનાગઢ જિલ્લા વિરોધપક્ષના નેતા હમીરભાઇ ધૂળા જિલ્લા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી રિધમભાઈ ગોસ્વામી જયદીપભાઈ શીલું તેમજ સરપંચો આગેવાનો ગ્રામજનો જોડાયાં હતાં.


Loading...
Advertisement
Advertisement