સૌરાષ્ટ્રમાં ચોમાસુ ખાધ ફકત 3 ટકા: હજુ ઓકટોબર સુધી વરસાદની શકયતા

17 September 2021 03:15 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં ચોમાસુ ખાધ ફકત 3 ટકા: હજુ ઓકટોબર સુધી વરસાદની શકયતા

દેશમાં જુલાઈ અને ઓગષ્ટમાં રાહ જોવડાવ્યા બાદ સપ્ટેમ્બરમાં ભરપુર પાણી વરસ્યુ

દેશમાં વરસાદી ખાધ ઘટીને 4 ટકા, જો કે મધ્ય અને ઉતર ગુજરાતમાં હજુ વરસાદના એક-બે સારા રાઉન્ડની જરૂર: હવામાનખાતુ પણ માને છે કે હજુ ઓછામાં ઓછી બે સીસ્ટમ વધુ વરસાદ લાવશે

રાજકોટ તા.17
ગુજરાતમાં જુલાઈ અને ઓગષ્ટ માસમાં ચોમાસાએ રાહ જોવરાવ્યા બાદ હવે સપ્ટેમ્બર માસમાં ભરપુર વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની ખાધ ઘટીને ફકત 3 ટકા થઈ છે. સપ્ટેમ્બરના શરુઆતમાં જે 50 ટકા ખાધ હતી જે છેલ્લા 15 દિવસમાં વરસાદે લગભગ પુરી કરી નાંખી છે અને હવે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે વરસાદ પડશે તે સામાન્ય કરતા વધુ હશે. જો કે સમગ્ર ગુજરાતમાં વરસાદની ખાધ હજુ 30 ટકા છે.

ખાસ કરીને ઉતર અને મધ્ય ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ આવી જાય તે મહત્વનું છે. હવામાન ખાતાએ આ વર્ષે સામાન્ય એટલે કે સરેરાશ વરસાદની આગાહી કરીહતી પરંતુ દેશના અનેક ભાગોમાં તેનાથી પણ વધુ વરસાદ પડશે. ખાસ કરીને ઉતર અને દક્ષિણ ભારતમાં પુરની શકયતાઓ સતત વધી રહી છે અને હજુ એક કે બે સીસ્ટમ આ માસમાં જ બનશે અને ચોમાસુ જે 17 સપ્ટેમ્બરથી રાજસ્થાનમાંથી પાછુ ખેંચાતુ હોય તે આ વર્ષે વિલંબથી જશે અને ઓકટોબર પહેલા ચોમાસાનો અંત નહી આવે તેવુ હવામાનખાતાના એક ઉચ્ચ અધિકારીએ મંતવ્ય વ્યક્ત કર્યુ છે અને જણાવ્યું હતું કે દેશની સરેરાશ ખાધ ફકત ચાર ટકા જ રહી છે

અને હજુ એક કે બે સીસ્ટમથી વધુ વરસાદ થશે અને શિયાળુ પાક માટે ભરપુર પાણી ઉપલબ્ધ બનશે તે પણ નિશ્ચીત છે અને ઘઉં તથા ચણાના પાકમાં નવા રેકોર્ડ સર્જાય તેવી ધારણા છે. હવામાન ખાતાએ એ પણ આગાહી કરી છે કે નવેમ્બરના અંત અને ડિસેમ્બરમાં ભારે ઠંડીનો એક રાઉન્ડ આવશે અને તેનાથી શિયાળુ પાકને મોટો ફાયદો થશે. આમ ચાલુ વર્ષે વરસાદે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતને ચિંતા કરાવ્યા બાદ હવે સ્થિતિ સુધારી લીધી છે અને તેના કારણે કૃષિ ઉપજ સારી થશે. જો કે હવે થોડા તડકાની જરૂર છે અને તેના કારણે ખેતરોમાં જે પાક છે તે વધુ સારી રીતે માર્કેટમાં પહોંચી શકે.


Related News

Loading...
Advertisement
Advertisement