પ્રમુખ જો બાઈડન આતંકી! અમેરિકામાં પોસ્ટર લાગ્યા

17 September 2021 03:16 PM
World
  • પ્રમુખ જો બાઈડન આતંકી! અમેરિકામાં પોસ્ટર લાગ્યા

મેઈકીંગ તાલીબાન ગ્રેટ અગેઈનના સ્લોગન સાથે બાઈડનની ભારે ટીકા

વોશિંગ્ટન તા.17
અફઘાનીસ્તાનમાં જે રીતે અમેરિકી સૈનિકોને પાછા ખેંચવા પડયા અને ત્યારબાદ તાલીબાનો જે રીતે સ્થાનિક સ્તરે પણ મહિલાઓ સહિતના અફઘાનીઓ સામે અત્યાચાર કરી રહ્યા છે તેનાથી અમેરિકાના પ્રમુખ જો બાઈડન સામે દેશમાં વ્યાપક આક્રોશ છે અને તે વચ્ચે એક પોસ્ટર ચર્ચામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રપતિ બાઈડનને તાલીબાનના આતંકીના સ્વરૂપમાં દર્શાવાયા છે અને તેમાં લખાયું છે કે મેઈકીંગ તાલીબાન ગ્રેટ અગેઈન અમેરિકનો માને છે કે બાઈડનના પગલાથી અમેરિકાની નામોશી થઈ છે અને બાઈડનની લોકપ્રિયતાને પણ મોટો ફટકો પડયો છે. મીડીયા રીપોર્ટ મુજબ પુર્વ સેનેટર સ્કોટ વેન્ગનર એ આ પોસ્ટર તૈયાર કરીને લગાવ્યા છે અને 15 હજાર ડોલરનો ખર્ચો કર્યો છે તથા તેઓએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બાઈડનની એક ખોટી નીતિથી અમેરિકાને દુનિયાભરમાં શર્મીંદગી અનુભવવી પડી છે.


Related News

Loading...
Advertisement
Advertisement