હળવા કોરોના વચ્ચે દેશમાં રહસ્યમય તાવે 5 રાજયોમાં કહેર મચાવ્યો: 100 લોકોના મોત

17 September 2021 03:18 PM
India
  • હળવા કોરોના વચ્ચે દેશમાં રહસ્યમય તાવે 5 રાજયોમાં કહેર મચાવ્યો: 100 લોકોના મોત

એકલા મધ્યપ્રદેશમાં ભેદી તાવના 3000 કેસ નોંધાયા

નવી દિલ્હી તા.17
દેશમાં હાલ કોરોના હળવો છે પરંતુ ડેંગ્યુ, ચીકનગુનીયા સહિત રોગે માઝા મુકી છે તેમાં એક રહસ્યમયી તાવે દેશમાં કાળો કહેર વર્તાવ્યો છે, જેણે છેલ્લા એક મહિનામાં ઉતર અને પુર્વી ભારતના પાંચ સંખ્યામાં 100 લોકોનો ભોગ લીધો છે.

મધ્યપ્રદેશમાં આ રહસ્યમયી તાવના 3 હજાર જેટલા કેસ બહાર આવ્યા છે અને આ રહસ્યમયી તાવના કારણે 9 શંકાસ્પદના મૃત્યુ થયા છે. આ રહસ્યમયી તલવારનો પ્રથમ કેસ ઉતર પ્રદેશના ફિરોઝબાદ જિલ્લામાં ઓગસ્ટના બીજા વીકમાં જોવા મળ્યો હતો. પરંતુ સરકારે કહ્યું હતું કે આ ડેંગ્યુનો કેસ છે. 6 સપ્ટેમ્બરે તાવથી થયેલી મોત માટે ડેંગ્યુને જ કારણ બતાવ્યું હતું. દેશના અનેક રાજયોમાં આજકાલ તાવને કહેર મચ્યો છે

પરંતુ તેમાંથી કેટલાક રાજયોએ કહ્યું હતું કે તાવનું કારણ સ્પષ્ટ નથી, બિહારે ન્યુમોનિયા અને બંગાળે આ તાવની પાછળ ન્યુમોનિયા અને ઈન્ફલુએન્ઝાને કારણ બતાવ્યું છે. ઉતરપ્રદેશમાં ડો. એન.કે.સિંહે કહ્યું હતું કે ફિરોઝાબાદમાં 50 બાળકો અને 11 વયસ્કો ડેંગ્યુથી 61 લોકોના મોત થયા છે. મથુરામાં તેજ તાવથી 11 લોકોના મોત થયા છે. પશ્ચીમ બંગાળમાં 1200થી વધુ લોકોને શ્વાસની બીમારી થયેલી, જયારે ઉતર બંગાળમાં લગભગ 1200 બાળકો તાવનો ભોગ બન્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement