કોરોનાના કેસમાં ફરી ઉછાળો: 34 હજાર નવા કેસ નોંધાયા

17 September 2021 03:19 PM
India
  • કોરોનાના કેસમાં ફરી ઉછાળો: 34 હજાર નવા કેસ નોંધાયા

કેરળમાં સહેજ છુટછાટ આપતા જ ફરી સંક્રમણ વધ્યુ: દેશમાં વેકસીનેશન પણ ઝડપી

નવી દિલ્હી તા.17
દેશમાં કોરોનાની બીજી લહેરના અંતની આશામાં ફરી એક વખત ઉચ્ચાટ સર્જાયો છે અને બુધવારે સંક્રમણના કેસ 23 હજાર ની આસપાસ આવ્યા બાદ અને ગઈકાલે ફરી એક વખત કેસ 34 હજારથી વધી ગયા છે અને કોરોનાના એપી સેન્ટર બની ગયેલા કેરળમાં કેસમાં ઉછાળો આવ્યો છે અને 22182 નવા કેસ નોંધાયા છે તથા 178ના મૃત્યુ થયા છે. દેશમાં વિકલી પોઝીટીવીટી રેટ છેલ્લા 83 દિવસમાં 3 ટકાથી નીચે છે અને ડેઈલી પોઝીટીવીટી રેટ 1.94 ટકા છે. છેલ્લા 17 દિવસમાં કોરોનાના કેસ ઘટતા હોય તેવું નજરે ચડતું હતું પરંતુ કેરળમાં પરીસ્થિતિ સતત અનિશ્ચીત રહી છે. અહીં પ્રતિબંધાત્મક આદેશોમાં થોડી ઢીલ મુકાય કે તુર્ત જ કેસ વધી જાય છે. દેશમાં અત્યાર સુધીમાં 3.39 લાખ એકટીવ કેસ છે. કુલ મૃત્યુ 4.44 લાખ થયા છે. જો કે વેકસીનેશનનો પ્રોગ્રામ પણ ઝડપથી ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં 77 કરોડથી વધુને વેકસીન અપાઈ છે અને આજે દેશમાં વેકસીનેશનમાં 1.50 કરોડ લોકોને ટીકા આપવાનો એક સંકલ્પ છે.


Related News

Loading...
Advertisement
Advertisement