જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા ગણપતિ વિસર્જનના કુંડમાં 704 મૂર્તિ વિસર્જિત થઈ

17 September 2021 03:23 PM
Jamnagar
  • જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા ગણપતિ વિસર્જનના કુંડમાં 704 મૂર્તિ વિસર્જિત થઈ

જામનગર શહેરમાં વરસાદ વચ્ચે પણ શહેરીજનો આસ્થાભેર ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યા છે. સાથોસાથ એક દિવસ, ત્રણ દિવસ, અને પાંચ દિવસ અને સાત દિવસ માટેના ગણપતિ નું સ્થાપન કરીને વિસર્જનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે, અને જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા વિસર્જન કુંડમાં લોકો આસ્થાભેર ગણપતિ ની મૂર્તિ નું વિસર્જન કરી રહ્યા છે. જામનગરના વાલસુરા રોડ પર બેડી મરીન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં તૈયાર કરાયેલા વિસર્જન કુંડમાં આજે ગણપતિ મહોત્સવના સાતમા દિવસે 185 થી વધુ ગણપતિની મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી હતી. સાત દિવસ દરમિયાન ઉપરોક્ત વિસર્જન કુંડમાં કુલ 704 ગણપતિની નાની-મોટી મૂર્તિઓ વિસર્જિત કરી દેવામાં આવી છે. (તસ્વીર: હિતેષ મકવાણા)

Loading...
Advertisement
Advertisement