મેઘપર ગામે વરસાદી પાણીના ખાડામાં ડૂબી જતા બાળકનું મોત

17 September 2021 03:23 PM
Jamnagar Crime
  • મેઘપર ગામે વરસાદી પાણીના ખાડામાં ડૂબી જતા બાળકનું મોત

નવાગામ ઘેડ વિસ્તારમાં પાણી પુરવઠામાં નોકરી કરતા પ્રૌઢનું બિમારીથી મોત: વાલસુરા નેવીમાં ફરજ બજાવતા પ્રૌઢનું છાતીમાં દુ:ખાવો ઉપડતા મૃત્યુ

જામનગર તા.17: જામનગર નજીકના ખંભાળિયા રોડ પર આવેલા મેઘપર ગામે વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં પડી ગયેલા બાળકનું ડૂબી જતા મૃત્યું નિપજ્યું છે. જયારે જામનગરમાં પાણી પુરવઠા અને વાલસુરા નેવીમાં સિવિલીયન તીરકે ફરજ બજાવતા બે પ્રૌઢના બિમારી સબબ મૃત્યું નિપજ્યા છે. પોલીસે બન્ને બનાવ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી. જામનગર જિલ્લામાં અપમૃત્યુંના વધુ ત્રણ બનાવો નોંધાયા છે. જેમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા રમેશકુમાર વિશ્વનાથ વિશ્વકર્માના સાત વર્ષીય પુત્રનું ગઇકાલે પાણીથી ભરાયેલા ખાડામાં પડી જતા ડૂબી ગયો હતો અને તેનું મૃત્યું નિપજ્યું હતું. જયારે નવાગામ ઘેડ વિસ્તારમાં વાલ્મિક વાસમાં રહેતા નારણભાઇ ઉકાભાઇ બારડીયા (ઉ.વ.58)નું જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હતું. પ્રૌઢ છેલ્લા 15 વર્ષથી ડાયાબીટીસ અને બી.પી.ની બિમારીથી પીડાતા હતા. દરમ્યાન તેઓ ગઇકાલે બિમારી સબબ બેશુદ્ધ થઇ જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. જયારે વાલસુરા નેવીમાં સિવિલીયન તરીકે ફરજ બજાવતા ચંદુભાઇ પ્રેમજીભાઇ ચાવડાને ગઇકાલે શ્ર્વાસ સાથે છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું નિપજ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement