સાપર ગામમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

17 September 2021 03:24 PM
Jamnagar Crime
  • સાપર ગામમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

ટાવરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા શખ્સો પાસેથી રૂા.7,860ની રોકડ કબ્જે કરાઇ

જામનગર તા.17: જામનગર તાલુકાના સાપર ગામે સિક્કા પોલીસે ગઇકાલે દરોડો પાડી જુગાર રમી રહેલા ચાર શખ્સોને રૂા.7,860ની રોકડ સાથે પકડી પાડયા છે. પોલીસે તમામ શખ્સો સામે જુગારધાર હેઠળ કાર્યવાહી કરી છે. જામનગર નજીકના ખંભાળિયા રોડ પર આવેલા સાપર ગામે સિક્કા પોલીસે ગઇકાલે જુગાર સંબંધીત દરોડો પાડયો હતો. આ દરોડા દરમ્યાન શંકર ટેકરી વિસ્તારમાં મોબાઇલના ટાવરની બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેલા જીતેશભાઇ ગાંડાલાલ બોડા રહે શાપરગામ શંકરટેકરી વિસ્તાર તા.જી જામનગર, નીકુજ ઉમેશગર ગોસ્વામી રહે શાપરગામ શંકરટેકરી વિસ્તાર તા.જી જામનગર, ગૈાતમભાઇ પેથાભાઇ ભાંભી રહે શાપરગામ શંકરટેકરી વિસ્તાર તા.જી જામનગર, ભરતસિંહ ધનશ્યામસિંહ ગોહીલ રહે-શાપરગામ શંકરટેકરી વિસ્તાર અલીભાઇ ની દુકાન સામે મુળ શિહોર શેરી દોસી ફળીયુ ખારાકુવા ચોક સિહોર જી.ભાવનગર વાળા શખ્સોને પકડી પાડયા હતા. પોલીસે તમામ શખ્સોના કબ્જામાંથી રૂા.7,860ની રોકડ કબ્જે કરી છે. પોલીસે તમામ શખ્સો સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement