જામનગર જિલ્લામાં પશુધનના મોત અંગે સર્વે રિપોર્ટને આધારે અપાશે સહાય

17 September 2021 03:26 PM
Jamnagar
  • જામનગર જિલ્લામાં પશુધનના મોત અંગે સર્વે રિપોર્ટને આધારે અપાશે સહાય

જામનગર તા.17: જામનગર શહેર અને જિલ્લામાં મેઘ તાંડવ પછી મોટી સંખ્યામાં પશુધનને જાનહાની પહોંચી છે અને ગાય, ભેંસ, ઘેટા-બકરા સહિતના અનેક પશુઓ વરસાદી પૂરમાં તણાઈ ગયા છે ત્યારે જામનગર જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા આ અંગેની સર્વે કરવાની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે અને જુદી-જુદી અઢાર જેટલી ટુકડીઓ અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરવા માટે રવાના કરી દેવામાં આવી છે. આ ટૂકડી દ્વારા થયેલા સર્વેના રિપોર્ટ પરથી રાજય સરકાર દ્વારા સહાય જાહેર કરાશે. જામનગર જિલ્લામાં 2018ની સાલમાં પશુઓની ગણતરી કરવામાં આવી હતી, ત્યારે જિલ્લામાં ત્રણ લાખથી વધુ પશુઓ નોંધાયા હતા. જેમાં ખાસ કરીને ગાય, ભેંસ, ઉંટ, બકરા-ઘેટા વગેરેનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લાના પશુપાલન અધિકારી ડો. અનિલ વિરાણીની રાહબરી હેઠળ જુદી-જુદી બાર ટુકડીઓ બનાવીને સર્વે કરવામાં આવી રહ્યો છે. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકશાની થઇ હોવાથી સમગ્ર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જુદી જુદી પાંચ ટુકડીઓ બનાવી સર્વે કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જામજોધપુર તાલુકામાં બે ટુકડી, કાલાવડ તાલુકામાં બે ટુકડીને દોડતી કરાઈ છે જે તમામ ટુકડીઓ દ્વારા આશરે ત્રણેક દિવસમાં સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીને જિલ્લા પંચાયતના મહેસૂલ વિભાગમાં સોંપી દેવામાં આવશે. જામનગર જિલ્લાના ફ્લડ ના કારણે પશુધન મૃત્યુ પામે તેવા સંજોગોમાં ગાય-ભેંસનું વળતર આપવા માટે રૂપિયા 30 હજારનું વળતર અપાય છે. જ્યારે ઘેટા બકરા માટે રૂપિયા 3,000 જ્યારે મરઘાં માટે રૂપિયા 50નો દર નક્કી કરાયો છે. જે મુજબ વળતર ચૂકવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.


Loading...
Advertisement
Advertisement