જિલ્લામાં 1600 જેટલા પશુઓના જળ હોનારતમાં મોત

17 September 2021 03:28 PM
Jamnagar
  • જિલ્લામાં 1600 જેટલા પશુઓના જળ હોનારતમાં મોત
  • જિલ્લામાં 1600 જેટલા પશુઓના જળ હોનારતમાં મોત
  • જિલ્લામાં 1600 જેટલા પશુઓના જળ હોનારતમાં મોત

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે થયેલ તારાજીની સર્વે કામગીરી પૂરજોશમાં: મહત્તમ કામગીરી સપ્તાહના અંતે પૂર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારીની તાકીદ: માનવ મૃત્યુ માટે તત્કાલ સહાય ચુકવણી કરાઈ: અંદાજિત 6481 અસરગ્રસ્તોને ઘરવખરી-કપડા સહાય, 24,772 લોકોને કેશડોલ્સ આપવામાં આવશે

જામનગર તા.17
જામનગર જિલ્લામાં તા.12અને 13સપ્ટેમ્બરના રોજ અતિ ભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ખેતી પાકો, લોકોને, પશુઓને ખૂબ નુકસાની અને હાની પહોંચી હતી. આ નુકસાની માટે અસરગ્રસ્ત ગામો અને વિસ્તારનો સર્વે હાલ વિવિધ ટીમો દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પશુઓના સર્વે માટે જિલ્લાકક્ષાની 12 ટીમ અને રાજ્યકક્ષાની 10 ટીમો કાર્યરત છે. પશુ મૃત્યુ 462મૃત પશુઓનો વેરિફિકેશન કરી મૃત્યુનું પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. હાલ 136અસરગ્રસ્ત ગામોમાં સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સરકારશ્રીના નિયમ મુજબ આ અંગે ચૂકવણાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે, જામજોધપુર ખાતે થયેલ 2માનવ મૃત્યુ માટે વારસદારને તત્કાલ 8લાખ41 હજાર નું ચુકવણું ડીબીટી મારફતે કરવામાં આવેલ છે.

જિલ્લામાં ગ્રામ વિસ્તારોમાં સર્જાયેલી તારાજીને કારણે 17રસ્તાઓ બંધ હતા જેમાંના 10 રસ્તાઓહાલ શરૂ થઇ ચુકયા છે. અને એક આવતીકાલે પૂર્વવત્ કરવામાં આવશે, બાકી રહેલ6 રસ્તાઓ હાલ ડુબાણમાં આવતા હોવાથી પાણી ઉતરતાની સાથે જ તેનું સમારકામ કરી આવાગમન માટે તેને પૂર્વવત કરવાની કામગીરી તત્કાલ હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. અંદાજિત 6 હજાર 481 લોકોને ઘરવખરી-કપડાં સહાય તથા અંદાજિત 24 હજાર 772 લોકોને કેશડોલ્સ ચૂકવવા માટેનો સર્વે હાલ પ્રગતિમાં છે. આ સર્વે આવતીકાલ સુધીમાં મહદઅંશે પૂરો કરવામાં આવશે તેમજ આ સપ્તાહાંત સુધીમાં ચુકવણાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારના કુલ 346ઝુંપડા અને કાચા મકાનો તેમજ 98 જેટલા પાકા મકાનો નુકસાનગ્રસ્ત જણાયા છે હાલ એન્જિનિયર મારફતે વિસ્તૃત સર્વેક્ષણ બાદ આ અસરગ્રસ્તોને ચુકવણાની કાર્યવાહી સપ્તાહ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

પૂરના પાણી પાક પર ફરી વળતા ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 31 હાજર 474 હેકટર જમીનના પાકને નુકશાન થયેલ છે જેના સર્વે માટે જામનગર જિલ્લાના 39ગ્રામ સેવકો તથા બોટાદ જિલ્લાના 10, ભાવનગર જિલ્લાના30, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 20ગ્રામ સેવકો સહિતની100 જેટલી ટીમ કામગીરી કરી રહી છે. આ કૃષિ નુકસાનના સર્વેને પણ ઝુંબેશના ધોરણે પૂર્ણ કરવામાં આવશે તેમજ ચુકવણાની કાર્યવાહી પણ સત્વરે હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત 152જેટલા ગામ વિસ્તારમાં વીજપુરવઠો બંધ હતો જેમાંથી હાલ 145ગામનો વીજ પુરવઠો પુન: ચાલુ કરવામાં આવેલ છે.

જિલ્લાકક્ષાની વિગતો જોઈએ તો, જામનગર જિલ્લામાં કુલ પાંચ માનવ મૃત્યુ, 1585પશુ મૃત્યુ, 2 લોકોને માનવ ઇજા જણાય છે. કુલ 50બંધ થયેલા રસ્તા પૈકી 42 રસ્તા હાલ આવાગમન માટે પૂર્વવત કરાયા છે તો જિલ્લાના 5093 વીજળીના થાંભલાઓને નુકસાન થયેલ છે. સર્વે અંતર્ગત જિલ્લાના 20 હજાર 370કુટુંબોને ઘરવખરી નુકશાની અંગે સહાય, 334 ઝુંપડા અથવા તો કાચા પાકા મકાનોને નુકસાન, 90પાકા મકાનો,54સરકારી મકાનોને નુકસાનતેમજ આશરે 31474 હેક્ટર જમીનના ખેતીપાકો ઉપરાંત અંદાજીત 970હેક્ટર બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું છે તેમ હાલ સુધીના સર્વે દ્રારા જાણી શકાયુ છે. હજુ અનેક વિસ્તારમાં સર્વેની કામગીરી પ્રગતિ હેઠળછે, જે વહેલી તકે પુર્ણ કરવામાં આવશે.


Loading...
Advertisement
Advertisement