જામ ખંભાળિયા શહેરમાં આવેલ 85 વર્ષથી કાર્યરત શેઠ દામોદર ગોવિંદજી મીડલ સ્કુલનું રીપેરીંગ કરાવી તેનુ અસ્તિત્વ જાળવી રાખવા રજૂઆત

17 September 2021 03:30 PM
Jamnagar
  • જામ ખંભાળિયા શહેરમાં આવેલ 85 વર્ષથી કાર્યરત શેઠ દામોદર ગોવિંદજી મીડલ સ્કુલનું રીપેરીંગ કરાવી તેનુ અસ્તિત્વ જાળવી રાખવા રજૂઆત

જામનગર તા.17:
જામખંભાળિયા શહેર ખાતે આવેલ ભાટીયા શેઠ શ્રી દામોદર ગોવિંદજી મિડલ સ્કુલ (તાલુકા શાળા.નં.3) સ્ટેશન રોડનું હાલનું બિલ્ડીંગ શહેરની 85 વર્ષ જૂની ગૌરવવંતી ઇમારત છે. અહીં રાજાશાહી સમય 85 વર્ષથી પ્રાથમિક શાળાનું શિક્ષણ આપવામાં આવે છે. તેથી આ સ્કુલ બિલ્ડીંગ જામખંભાળિયા શહેરના બ્યુટીફિકેશનનો એક ભાગ પણ છે અને ગૌરવશાળી વારસો ધરાવતી ઐતિહાસિક ઇમારત પણ છે.

કમનશીબે હાલ આ સ્કુલ બિલ્ડીંગ જર્જરીત હોય તેવા કારણસર તોડી પાડવાનો નિર્ણય કરાયેલ છે. જે ખરેખર ભુલ ભરેલો નિર્ણય છે. ખરેખર તો આ બિલ્ડીંગનું તેની જરૂરીયાત મુજબ રીપેરીંગ કામ કરવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને પડી ગયેલ પેરાપેટ, દિવાલના ઉખડી ગયેલ પ્લાસ્ટર તથા છત (સિલીંગ)ના ડેમેજ થયેલા ભાગોનું પ્લાસ્ટર કરવાની જરૂર છે. આ મકાન તોડી પાડી તેનું વિસર્જન કરવાની જરૂર રહેતી નથી.

વળી આ રીપેરીંગ કામ માટે જરૂરી નાણાનું ભંડોળ પણ આ બિલ્ડીંગ બંધાવી આપનાર દાતાના વારસદારોનો સંપર્ક કરવામાં આવે તો તેમની પાસેથી નાણાકીય વારસદારોનો સંપર્ક કરવામાં આવે તો તેમની પાસેથી નાણાીકય ભંડોળ પણ મળી શકે તેમ છેે. તેથી આ સ્કુલ બિલ્ડીંગ તોડી પાડયાને બદલે તેનું લાગુ પડતું રીપેરીંગ કામ કરાવી તેનું અસ્તિત્વ જાળવી રાખવાની માંગણી ડો.નકુમ, કિશન આશર ભૂપતસિંહ ચૌહાણ, કિશોરભાઇ સોની વિગેરેએ લગત અધિકારી તથા આગેવાનો પાસે કરેલ છે.


Loading...
Advertisement
Advertisement