જામનગરના ખેડૂતોને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ

17 September 2021 03:31 PM
Jamnagar
  • જામનગરના ખેડૂતોને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ

જામનગર તા.17
બાગાયતી ખેતી કરતા ખેડૂતભાઈઓને જણાવવાનું કે, બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા તા.30-09-2021 સુધી આઇ.ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ હોય બાગાયત વિભાગની પ્લાસ્ટિક આવરણ (મલ્ચીંગ), કાચા-અર્ધ પાકા-પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, ફળ અને શાકભાજીના હાઇબ્રીડ બિયારણ, વેલાવાળા શાકભાજી પાક માટે ટિશ્યૂકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટિંગ મટિરિયલમાં સહાય, દેવીપુજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણમાં સહાય, સરગવાની ખેતીમાં સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકોમાં પ્લાન્ટિંગ મટિરિયલમાં 90 ટકા સહાય પપૈયા, કેળ(ટીશ્યૂ), સ્ટ્રોબેરી વાવેતર, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે ટીશ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, છુટા ફૂલો, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, બાગાયતી પાક પ્રોસેસીંગના નવા યુનિટ માટે સહાય, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ સ્કીમ અંતર્ગત પેકિંગ મટીરીયલ્સમાં સહાય, ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર (35બવાથી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટિક સ્પ્રેયર, ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર (20 બવાથી ઓછા), પાવર નેપસેક સ્પ્રેયર/પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (8-12 લીટર, 12-16 લીટર, 16 લીટરથી વધુ ક્ષમતા) મેન્યુઅલ સ્પ્રેયર-નેપસેક/ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર, લેન્ડ ડેવલોપમેન્ટ ટીલેજ અને સીડ બેડ તૈયાર કરવાના સાધનો, વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો, સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, ઔષધીય-સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, ઔષધીય સુગંધિત પાકો માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઇનના ટેકનોલોજી ઇન્ડ્કશન અને આધુનિકીકરણ માટે કોલ્ડ રૂમ,(સ્ટેગિંગ) (ક્ષમતા 30 મે.ટન) પ્રિ કુલીંગ યુનીટ (ક્ષમતા 6 ટન) રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હિકલ, રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ 300 મે.ટન) સંકલિત પેક હાઉસ ક્ધવેયર બેલ્ટ સાથે, ટૂલ્સ, ઇક્વિપમેન્ટ,શોર્ટિન્ગ/ગ્રેડિંગના સાધનો, પી.એચ.એમના સાધનો (વજન કાંટા, પેકિંગ મટીરીયલ્સ, શોર્ટિન્ગ/ગ્રેડિંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટિક ક્રેટ્સ), ગ્રીનહાઉસ, કોલ્ડ સ્ટોરેજ તથા ટિસ્યુ લેબ, વીજ દર સહાય, પક્ષી કરા સંરક્ષણ નેટ, પેક હાઉસ, નેટહાઉસ-નળાકાર સ્ટ્રક્ચર માટે, પોલીહાઉસ (નેચરલી વેન્ટિલેટેડ) નળાકાર સ્ટ્રક્ચર માટે તથા તેમાં શાકભાજી અને ફૂલ પાક વાવેતરમાં સહાય, પ્લાસ્ટિક ટનલ્સ, પોલી હાઉસ/નેટ હાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય, નાની નર્સરી (એક હેક્ટર) હાઈટેક નર્સરી (ચાર હેક્ટર) વગેરેમાં સરકારશ્રી તરફથી મળતી આર્થિક સહાયનો લાભ લેવા માંગતા તમામ ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ માં ઓનલાઈન અરજી કરી અરજીની પ્રીન્ટ નકલ, 7-12, 8-અ, જાતિના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક બચત ખાતાની નકલ, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-4, પ્રથમ માળ, સુભાષ પુલ પાસે, જામનગર ખાતે તાત્કાલિક પહોંચાડવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમા જણાવેલ છે.


Loading...
Advertisement
Advertisement