જામનગર તાલુકામાં થયેલી અતિવૃષ્ટિથી નુકશાન અંગે વળતર ચુકવવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ

17 September 2021 03:33 PM
Jamnagar
  • જામનગર તાલુકામાં થયેલી અતિવૃષ્ટિથી નુકશાન અંગે વળતર ચુકવવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ

જામનગર તા.17:
જામનગર તાલુકામાં ગત સોમવારે રાતેથી થયેલ વરસાદ સવાર સુધીમાં 10 ઈંચથી 39 ઇંચ સુધી ઘાણા વિસ્તારમાં વરસાદ થવાથી ખુબજ ખાના ખરાબી થયેલ છે. જિલ્લાના ઘણા બધા ગામોમાં જ્યાં 50 વર્ષમાં પણ પૂરના પાણી ન ભરાયા તેટલા ઘરોમાં 1 કૂટથી 10 ફૂટ સુધા પાણી ભરાઇ જવાથી તમામની ઘરવખરી તેમજ જીવન જરૂરિયાતનો તમામ વસ્તઓ નાશ પામેલ છ. ઇલેકટ્રોનિક્સની તમામ વસ્તુઓ ફેલ થય ગયેલ છે. સામાન્ય એક ઘરોમાં રૂા.2000 થી 2,00,000 લાખ સુધાનું નુકશાન થયેલ છે. તેમજ ધણા બધા ગામોના કાચા તેમજ પાકા મકાનો અને દિવાલો પડી ગયેલ છે. ઇલેક્ટ્રિક થાંભલાઓ, સબસ્ટેસનો જમીનદોસ્ત થઇ ગયેલ છે. ખેડૂતોનો ઉભા પાકોને ખુબજ જ નુકશાન થયેલ છે. અમુક ખેડૂતોની જમીન વોકળા નદી જેવી બની ગયેલ છે. તેમજ ખેડૂતોના ઘરમાં પડેલા ઘંઉ, ચણા, કપાસ, લસણ, જીરૂ જેવી અનેક પ્રકારની જણશો સંપૂર્ણ પલળી જવાથી નાશ પામેલ છે. ઘણા ખેડૂતોના ગોડાઉન ,વાડીમાં આવેલ પાકા તેમજ કાચા મકાન પડી જવાથી કરોડો રૂપિયાનું નુકશાન થવેલ છે. માલધારી તેમજ ખેડૂત પશુપાલકોના સેકડો પશુઓ પૂરમાં તણાઈ જવાથી કે ડૂબી જવાથી મરણ પામ્યા છે. ઘણા માલધારી તેમજ ખડૂત પશુપાલકોને તો જીવન નિર્વાહ કરવા માટ કઈ બચ્ચુ જ નથી, તેનું તાત્કાલિક સર્વે કરાવી દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરી વળતર ચુકવવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડે કરી છે.


Loading...
Advertisement
Advertisement