દ્વારકા નજીક છકડા રિક્ષાની ગાય સામે ટક્કર: ચાલકનું મોત

17 September 2021 03:35 PM
Jamnagar
  • દ્વારકા નજીક છકડા રિક્ષાની ગાય સામે ટક્કર: ચાલકનું મોત

જામ ખંભાળિયા, તા. 17
દ્વારકા તાલુકાના મકનપુર ગામે રહેતો જોધાભા વલૈયાભા માણેક નામનો આડત્રીસ વર્ષનો હિન્દુ વાઘેર બે દિવસ પૂર્વે પોતાનો છકડો રીક્ષા નંબર જી.જે. 10 વાય 6701 લઈને જઈ રહ્યો હતો, ત્યારે માર્ગ પર જઈ રહેલી ગાય સાથે પુરપાટ જતો આ છકડો રિક્ષા અથડાયો હતો. જેના કારણે સર્જાયેલા અકસ્માતમાં ચાલક જોધાભા વલૈયાભા માણેકને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.આ બનાવ અંગે પોલીસે મૃતકના નાનાભાઈ પોલાભા વલૈયાભા માણેકની ફરિયાદ પરથી મૃતક રિક્ષાચાલક જોધાભા માણેક સામે વિવિધ કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક યુવાન ઝડપાયો: એક ફરાર
ખંભાળિયાના ધરાનગર વિસ્તારમાં રહેતા મેહુલ ઉર્ફે ભુરો દુલાભાઈ ગઢવી નામના 30 વર્ષના યુવાને પોતાના રહેણાંક મકાનમાં રાખેલી રૂપિયા 6,400ની કિંમતની વિદેશી દારૂની 16 બોટલના જથ્થા સાથે મેહુલ ઉર્ફે ભુરો ગઢવીની પોલીસે અટકાયત કરી હતી. આ દરોડા દરમિયાન અત્રેના ટેલીફોન એક્સચેન્જ સામે રહેતો વાલા દુલાભાઈ ગઢવી નામનો શખ્સ નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ખંભાળિયા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement