જામનગર જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ

17 September 2021 03:36 PM
Jamnagar
  • જામનગર જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ

લાલપુર-47 મીમી, જામજોધપુર 25 મીમી, જામનગર 16 મીમી નોંધાયો

જામનગર, તા. 17
જામનગરમાં સોમવારના ભારે વરસાદની કળ હજુ વળી નથી ત્યારે ચોમાસુ હજુ પણ સક્રિય છે અને હળવા ભારે ઝાપટાથી ધોધમાર વરસાદ જારી રહ્યો છે. જામનગર જિલ્લામાં લાલપુરમાં 47 મી.મી. અને જામજોધપુર-25 મી.મી. જામનગર શહેરમાં 16 મી.મી. વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લા કલેકટર કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાક દરમ્યાન જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

જેમાં જામજોધપુરમાં 25 મી.મી., લાલપુરમાં 47 મી.મી., જામનગરમાં 16 મી.મી. વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં મૌસમનો કુલ વરસાદ જોઇએ તો કાલાવડમાં 1079 મી.મી., જામજોધપુરમાં 7000 મી.મી., જામનગરમાં 533 મી.મી., જોડીયામાં 622 મી.મી., ધ્રોલમાં 694 મી.મી., લાલપુરમાં 597 મી.મી. વરસાદ નોંધાયો છે. આમ જામનગર જિલ્લામાં એકદરે વરસાદ 104 ટકાએ પહોંચ્યો છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં કાલાવડ તાલુકાના નિકાવામાં 10 મી.મી., ખરેડીમાં-25 મી.મી., ભલસાણબેરાજા 50 મી.મી., નવાગામમાં અને મોટા પાંચ દેવડામાં 10-10 મી.મી. વરસાદ પી.એચસી. સેન્ટરમાં નોંધાયો હતો. જયારે જામજોધપુર તાલુકાના સમાણામાં 25 મી.મી., ધુનડામાં 45 મી.મી. વરસાદ નોંધાયો હતો. લાલપુર તાલુકામાં મોટા ખડબામાં 45 મી.મી., ભણગોરમાં 5 મી.મી. વરસાદ પી.એચ.સી. સેન્ટરમાં નોંધાયો હતો.


Loading...
Advertisement
Advertisement