વધી રહેલી કટ્ટરતા શાંતિને હણી નાખશે: અફઘાનનો ઉલ્લેખ કરી ઈમરાનને મોઢેમોઢ રોકડું પરખાવતાં મોદી

17 September 2021 03:43 PM
World
  • વધી રહેલી કટ્ટરતા શાંતિને હણી નાખશે: અફઘાનનો ઉલ્લેખ કરી ઈમરાનને મોઢેમોઢ રોકડું પરખાવતાં મોદી

શાંઘાઈ સહયોગ સંગઠનને વર્ચ્યુઅલી સંબોધન કરતાં વડાપ્રધાન: એસસીઓએ ઈસ્લામ સાથે જોડાયેલી સંસ્થાઓ વચ્ચે મજબૂત સંપર્ક વિકસિત કરવાની જરૂર: મોદીના સંબોધન વખતે ઈમરાન મૂંગામોઢે બધું સાંભળતાં રહ્યા

નવીદિલ્હી, તા.17
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં આજે આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની વાર્ષિક શિખર બેઠકને વર્ચ્યુઅલી સંબોધિત કરી હતી. આ બેઠકને ઓનલાઈન સંબોધિત કરતાં ઈમરાનની હાજરીમાં જ મોદીએ અફઘાનિસ્તાનનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ વિસ્તારમાં વધી રહેલી કટ્ટરતા શાંતિના માર્ગમાં મોટો અવરોધ બની ગઈ છે. મોદીએ કહ્યું કે આ વિસ્તારોમાં મુખ્ય પડકારો શાંતિ, સુરક્ષા અને વિશ્વાસની કમીના છે અને તેની પાછળ વધી રહેલો કટ્ટરપંથ જવાબદાર છે. આ બેઠકમાં પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન પણ બેઠા હતા જે મૂંગા મોઢે બધું સાંભળી રહ્યા હતા.

વડાપ્રધાને કહ્યું કે મારી માનવું છે કે આ ક્ષેત્રમાં વિશ્વાસમાં સતત ઘટાડો થ, રહ્યો છે. ક્ષેત્રની સમસ્યાઓનું મુળ વધી રહેલી કટ્ટરતા છે. અફઘાનિસ્તાનમાં તાજેતરના ઘટનાક્રમોએ કટ્ટરપંથથી ઉત્પન્ન પડકારોને વધુ સ્પષ્ટ કરી દીધા છે. એસસીઓએ ઈસ્લામ સાથે જોડાયેલા ઉદારવાદી, સહિષ્ણુ તેમજ સમાવેશી સંસ્થાઓ અને પરંપરાઓ વચ્ચે મજબૂત સંપર્ક વિકસિત કરવા માટે કામ કરવું જોઈએ.

તેમણે કહ્યું કે કટ્ટરપંથ વિરુદ્ધ લડાઈ માત્ર ક્ષેત્રિય સુરક્ષા માટે જે નહીં પરંતુ યુવાઓના ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચીત કરવા માટે પણ જરૂરી છે. ભારત સેન્ટ્રલ એશિયા સાથે પોતાનું જોડાણ વધારવા માટે કટિબદ્ધ છે. અમારું માનવું છે કે લેન્ડ લોક્ડ સેન્ટ્રલ એશિયન દેશોને ભારતના વિશાળ બજાર સાથે જોડીને અપાર લાભ આપી શકે છે. કનેક્ટિવિટીની કોઈ પણ પહેલ વન-વે સ્ટ્રીટથી ન થઈ શકે. આંતરિક વિશ્વાસ સુનિશ્ચીત કરવા માટે કનેક્ટિવિટી પ્રોજેક્ટસને પારદર્શી અને ભાગીદારીયુક્ત બનાવવા જોઈએ.

જો આપણે ઈતિહાસ પર નજર કરીએ તો જોવા મળશે કે મધ્ય એશિયાનું ક્ષેત્ર મોડરેટ અને પ્રોગ્રેસિવ કલ્ચર તેમજ વેલ્યુઝનો ગઢ રહ્યો છે. સૂફીવાદ જેવી પરંપરાઓ અહીં સદીઓથી યથાવત છે અને અહીંથી જ આખા વિશ્ર્વમાં પણ ફેલાઈ રહી છે. તેની છબિ આપણે આજે પણ આ ક્ષેત્રના સાંસ્કૃતિક વારસામાં જોઈ શકીએ છીએ. તેમણે આગળ કહ્યું કે ભારતમાં અને એસસીઓના લગભગ તમામ દેશોમાં ઈસ્લામ સાથે જોડાયેલી સંસ્થાઓ અને પરંપરાઓ છે. એસસીઓએ તમામ વચ્ચે મજબૂત નેટવર્ક વિકસિત કરવા માટે કામ કરવું જોઈએ.


Related News

Loading...
Advertisement
Advertisement