વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની જામનગરમાં અનોખી ઉજવણી

17 September 2021 03:45 PM
Jamnagar
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની જામનગરમાં અનોખી ઉજવણી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની જામનગરમાં અનોખી ઉજવણી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની જામનગરમાં અનોખી ઉજવણી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની જામનગરમાં અનોખી ઉજવણી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની જામનગરમાં અનોખી ઉજવણી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની જામનગરમાં અનોખી ઉજવણી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની જામનગરમાં અનોખી ઉજવણી

જામનગર તા.17:
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસની ઉજવણી ત્રિવેણી સંગમ જેવા કાર્યક્રમો દ્વારા શહેર ભાજપ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ધાર્મિકતા સેવાકીય, તસ્વીર ઇતિહાસ જેવા કાર્યક્રમોમાં અનેક શહેરીજનો પણ જન્મદિવસની ઉજવણી પ્રસંગોમાં જોડાયા હતા. જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરાના નેતૃત્વમાં બે-બે પૂર્વ મંત્રી અને શહેરના ધારાસભ્યો સહિત અને ભાજપના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિતે શહેર ભાજપ દ્વારા શહેર કાર્યાલય ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ ખાસ મંત્રોચ્ચાર અને વિધી સાથે ગાયત્રી યજ્ઞ યોજાયો હતો. જેમાં જામનગરના ધારાસભ્ય આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જોજા (હકુભા), શહેર ભાજપ પ્રમુખ નિલેશ કગથરા, મેયર બિનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન મનીષ કટારીયા, શાસક જુથના નેતા કુસુમબેન પંડયા, ડેપ્યુટી મેયર તપન પરમાર, શહેર મહામંત્રી પ્રકાર બાંભણીયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્ય મનહર ઝાલા, શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષો હિતેષ ભટ્ટ નિલેશ ઉદાણી, મહિલા ચોરચા, પતંજીલ યોગના પ્રતિબેન શુકલા, વેપારી આગેવાન જીતુલાલ સહિતના અનેક આગેવાનો કાર્યકરો પણ ગાયત્રી પક્ષમાં જોડાયા હતા. શહેર ભાજપ કાર્યલય તેમજ ગાયત્રી શકિતપીઠ ખાતે ગુજરાત રાજય યોગ બોર્ડના સંયોજક હર્ષિતાબેન મહેતા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નવકુંડી ગાયત્રી હવનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જામરણજીતસિંહ વૃધ્ધાશ્રમ ખાતે શહેર ભાજપ દ્વારા ફૂટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આમ નરેન્દ્ર મોદીના વૃધ્ધોની સેવાકીય કાર્યની યાદ તાજી જન્મદિવસે કરવાની હતી. શહેર ભાજપ કાર્યલય ખાતે નરેન્દ્ર મોદીની તસ્વીરોનું પ્રદર્શન પણ ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. નરેન્દ્ર મોદીની ફોટાઓના પ્રદર્શનને પૂર્વ મંત્રી અને ધારાસભ્ય આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આમ જામનગર શહેરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. ત્યારે જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે નરેન્દ્ર મોદીના 71માં જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમોમાં કોર્પોરેટરો, યુવા મોરચો, મહિલા મોરચો સહિતની જુદી-જુદી પાંખોના પ્રમુખો પણ જોડાયા હતા.


Loading...
Advertisement
Advertisement