જન્મદિને નરેન્દ્રભાઇ મોદીનો આગવો પરિચય

17 September 2021 03:47 PM
Jamnagar
  • જન્મદિને નરેન્દ્રભાઇ મોદીનો આગવો પરિચય

દરેક સંઘર્ષશીલ અને વિજયી નેતૃત્વની પાછળ એક ચોકકસ પ્રકારની આધારશીલા હોય છે. તેને આધારે તે આગળ વધે છે. નરેન્દ્રભાઇ મોદી પાસેતો વિચાર છે, સપના છે, આયોજન છે અને તેના અમલ માટેની કુશલ શૈલી છે. 2014ની લોકસભાની ચૂંટણી વખતે એકલ પંડે 1500 થી પણ વધુ સભાઓ અને લાખો કિ.મી.નો પ્રવાસ કરી દેશમાં જ નહીં, દુનિયામાં નવો રેકર્ડ કર્યો છે. દેશના મતદારોના મનમાં પોતાની વાત ઉતારી અને ભાજપને મત આપવા પ્રેર્યા. લોકોએ પણ આઝાદી બાદ પહેલીવાર ભાજપને જંગી બહુમતિ આપી. ભાજપના આ વિજયમાં નરેન્દ્ર મોદીનો સિંહ ફાળો છે. પ્રસ્તુત છે નરેન્દ્રભાઇ મોદીનો આગવો પરિચય... 17 સપ્ટેમ્બર 1950, વિ.સં. 2006 ભાદરવા સુદ-6 ને રવિવારે, સવારના 10 કલાકે, અનુરાધા નક્ષત્રમાં મહેસાણા જિલ્લામાં વડનગર ગામે, પિતા દામોદરદાસ અને માતા હિરાબાના ઘેર એક પુત્રનો જન્મ થયો. વૃશ્રિક રાશી ન.ય. આવતા પરિવારના સભ્યોએ બાળકનું નામ નરેન્દ્ર રાખ્યું. સાર્થ ગુજરાતી જોડણી કોશ અનુસાર નરેન્દ્ર એટલે રાજા, પરંતુ પિતાજી નરેન્દ્રને લાડથી કુમાર કહીને બોલાવતા. એ સમયે કોઇને સ્વપ્ને પણ કલ્પના ન હતી કે આગળ જતાં આ કુમાર ગુજરાતીઓના જ નહિ, પણ દેશવાસીઓના દિલ સુધી રાજ કરશે.
એક બહું મોટા જયોતિષ બહેન વસુધા વાઘનું પુસ્તક "મારો ભાગ્ય વિધાતા” સુરેશ દલાલે મુંબઇમાં પ્રગટ કરેલ જેનું લોકાપર્ણ કરતાં નરેન્દ્રભાઇ મોદીએ કહેલ કે, મારો ભાગ્યવિધાતા મારી જવાબદારી છે. મારી દરેક જવાબદારી જ મારૂં ભાગ્ય નકકી કરે છે. મારી દરેક જવાબદારી જ મારૂં આગલું દ્વાર ખોલે છે. મારી જવાબદારીને હું જે રીતે કમિટમેન્ટ સાથે પૂરી કરૂં છું એ મારો આગલો દરવાજો ખોલે છે.

બાળપણથી કિશોરાવસ્થા સુધીની વયમાંજ નરેન્દ્રભાઇમાં પ્રબળ સંકલ્પબળ, પ્રચંડ આત્મ વિાસ, શ્રેષ્ઠ શારીરિક અને માનસિક તાકાત અને સામેની વ્યકિતને ગળે પોતાની વાત તથા વિચાર ઉતારવાની તાર્કિક ક્ષમતા ખૂબ વિકસી હતી. નરેન્દ્રભાઇ નાનપણથી પાકા તરવૈયા હતા. વડનગરના તળાવ વચ્ચે બેટ હતો. દર વર્ષે જેઠ માસની જલઝીલણી અગિયારસના દિને તરણ સ્પર્ધા યોજાતી. 250 મીટરની આ સ્પર્ધા નરેન્દ્રભાઇ દર વર્ષે પ્રથમ નંબરે જીતી જતા. શાળા અભ્યાસ દરમ્યાન પણ વકતૃત્વ સ્પર્ધામાં તેઓ પ્રથમ ક્રમાંકે જ આવતા. બચપનથીજ તેઓને વાંચનનો જબરો શોખ હતો. પિતા દામોદરદાસ જે પૈસા હાથ ખર્ચના આપતા તેમાંથી તેઓ સ્વામી વિવેકાનંદ અને અન્ય મહાન વ્યકિતઓના ચારિત્ર્યના પુસ્તકો ખરીદી વાંચન અને ચિંતન કરતા. રમત ગમતના ભારે શોખીન: જબરા ખેલાડી બાજરીનો રોટલો અને દૂધ એમનું ભાવતું ભોજન મિત્ર વર્તુળ બહોળું. સહજ અને સરળ જીવન આ બધુ એને સામાન્ય જીવનથી ઉંચે કૂદવા પ્રેરતું હતું. આજે નરેન્દ્રભાઇમાં દેખાતી સહજતા, સરળતા, શારીરિક સૌષ્ઠવ અને વિશાળ જન સંપર્કના બીજ તો બચપનમાંથી એમની અંદર વવાઇ ચૂકયા હતા. અધુરૂં હતું તે સંઘના સંસ્કારોએ પુરૂં કર્યું. એક સુભગ પળે એમણે નિર્ણય લઇ લીધો. સમગ્ર જીવન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાઇને રાષ્ટ્ર સેવા અને જનસેવાને સમર્પિત થવાનો. આ એક અડગ અવિચળ અને ભિષ્મ નિર્ણય હતો. નરેન્દ્રભાઇની ઉંમર ત્યારે માત્ર 17 વર્ષની હતી.

નરેન્દ્રભાઇએ કોલેજનો અભ્યાસ છોડયો, પરિવારની સુંવાળી જીંદગી છોડી, પ્રેમાળ માતા, હેતાળ ભાઇઓ, વહાલી બેન, નિજનું ઘર, બચપન ગુજાર્યુ એ શેરી અને વડનગર છોડયું. બસ, એ ઘડીથી આજ દિ સુધી એમણે પાછું વાળીને નથી જોયું. એના રાષ્ટ્ર સેવાના નિર્ણયને સંપૂર્ણ વફાદાર રહ્યાં વડનગર છોડયા પછી છેક 1પ વર્ષે કેન્સર પિડીત પિતાજીની તબિયત જોવા ઘેર આવેલા. ભાજપમાં અખિલ ભારતીય મહામંત્રી તરીકે દેશના વિવિધ પ્રદેશોમાં પક્ષના વિકાસ અને વિસ્તારની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે. સોમનાથ, અયોધ્યા રથયાત્રા અને ક્ધયાકુમારીથી કાશ્મીર એકતાયાત્રા તેમની આયોજનશકિત અને સંગઠનશકિતના ઉમદા ઉદાહરણ છે. નવનિર્માણ આંદોલન હોય કે કટોકટી વિરુદ્ઘની ચળવળ, પ્રશ્ન સામાજિક ન્યાયનો હોય કે કિસાનોના અધિકારનો, નરેન્દ્રભાઇ મોદીનું સંઘર્ષશીલ વ્યકિતત્વ હંમેશા સફળ બની રહ્યું છે. લેખન-વાંચનથી તમે કોઇના દિમાગ સુધી પહોંચી શકો, પણ પ્રવચન-વાણીથી લોકોનાં હૃદય સુધી પહોંચી શકાય છે. શ્રી નરેન્દ્રભાઇને વાંચવાની નહિ, સાંભળવાની ભાવસમાધિ એ લ્હાવો છે. આજે મોટા ભાગના રાજનેતાઓનાં પ્રવચનો તેમના પી.એ. અથવા માહિતીખાતાની પ્રેસનોટના આધારે વંચાતા હોય છે. પરંતુ નરેન્દ્રભાઇનું પ્રવચન મૌલિક હોય છે.

કન્યા કેળવણીથી લઇને ત્રાસવાદ, ડિઝાસ્ટર મેનેજમેન્ટથી લઇને ઇકોનોમિકસ, સાયન્સ પોલિટિકસ કે ધાર્મિક શિક્ષણ કોઇપણ વિષય પર પૂર્વતૈયારી વિના પણ નરેન્દ્રભાઇ કવોટેબલ કવોટ્સ આપી શકે છે. નરેન્દ્રભાઇ વિદેશી નિષ્ણાતોને, સૂટબૂટધારી એકસપર્ટસ પ્રોફેશનલ્સને, પ્રોફેસરોને અને ગામડાંના ગરીબ પ્રજાજનને, ગૃહિણીને શાળામાં ભણતા બાળકોને એક સરખી કુશળતાથી મોહિત અને પ્રભાવિત કરી શકે છે. જરાય ભાર ન લાગે તે રીતે અટપટા આંકડાઓ રજૂ કરી શકે છે. બોલતી વખતે નરેન્દ્રભાઇની છટા, બોડી લેંગ્વેજ અને પોશ્ર્ચર પણ એકદમ પરફેકટ હોય છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીનું એક વિશેષ પાસું પ્રજા સમક્ષ ખૂલ્યું નથી. તે એ છે કે, નરેન્દ્રભાઇ ઉમદા લેખક પણ છે. નરેન્દ્રભાઇ સંવેદનશીલ લેખક છે. વર્ષોથી લખતા આવ્યા છે. એમનું કટોકટી ઉપરનું ‘સંઘર્ષમાં ગુજરાત’ પુસ્તક બેસ્ટ સેલર બનેલું. ત્રણ - ત્રણ આવૃત્તિ એની પ્રકાશિત થઇ. નરેન્દ્રભાઇએ બીજાં કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે. ‘સેતુબંધ’ ‘પત્રરૂપ શ્રી ગુરુજી’, ‘ભારતમાં ખ્રિસ્તી સંપ્રદાય સંઘની નજરે’, ‘સામાજિક સમરસતા વિના સામાજિક સમતા અશકય’ વિગેરે પુસ્તકો લખ્યાં છે. કયાંક અનુવાદ કર્યો છે, કયાંક સંપાદન. શ્રી નરેન્દ્રભાઇ મોદી મૌલિક વિચારક છે. મનને શાતા આપતા તેમના વિચારોના અંગુરને લખવા બેસીએ તો એક મોટું પુસ્તક લખાઇ જાય. એક મુલાકાતમાં નરેન્દ્રભાઇએ વ્યકત કરેલા થોડા વિચારો જોઇશું તો ખ્યાલ આવશે કે આજની ફાસ્ટ અને ભાગંભાગભરી જિંદગીમાં તે કેટલા ઉપયોગી છે.

અતિ વ્યસ્તતાભરી દિનચર્યા હોવા છતાં થાક, કંટાળો કે સ્ટ્રેસ નથી સતાવતા તેના કારણમાં નરેન્દ્રભાઇ જણાવે છે કે, ‘થાક ને આપણી ફિલોસોફી સાથે સંબંધ છે. કોઇપણ કામમાં પ્રાણ પૂરવાની માનસિકતા ધરાવતા હો તો થાક લાગે જ નહિ, પરંતુ જો કોઇ પણ નાના કે મોટા કામને બોજ માની કરવામાં આવે તો તે કામ કરવાનો બોજ જરૂર લાગે. હું તો દૃઢપણે માનું છું કે કામ કરવાનો નહિ પણ કામ ન કરવાનો થાક વધુ લાગતો હોય છે. કામ થઇ ગયા પછી તો ઊલટાના સંતોષ અને આનંદ મળતા હોય છે.’
આજે માનવી ભૌતિક સુખની પાછળ દોડયો જાય છે ત્યારે નરેન્દ્રભાઇએ સુખની વ્યાખ્યા સરસ કરી છે : ‘ફરિયાદ નહિ અને અને અપેક્ષા નહીં. આ બે પાટાની ગાડી એવી છે કે, સુખની ગતિમાં કયારેય ઓટ ન આવે. દુ:ખનું કારણ હંમેશા અપેક્ષા જ હોય છે...!’ સાર્વજનિક જીવનમાં કામ કરતા હોઇએ ત્યારે અલગ - અલગ જવાબદારીઓ પણ નિભાવવાની હોય છે. એકાદ વ્યકિતને મંચ પર ભાષણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય, તો બીજાને ડ્રાઇવર તરીકેની જવાબદારી સંભાળવાની હોય છે, તો ત્રીજાને રસોયાની જવાબદારી સંભાળવાની હોય છે અને આ બધા પ્રકારના સંસ્કારોથી નીકળ્યા હોવાના કારણે કેવા પ્રકારનું કામ છે એને લઇને મન કુંઠિત થતું નથી.

દુનિયામાં એવી કોઇ વ્યકિત જોવા નહીં મળે જેના જીવનમાં કયારેય દુ:ખ, નિરાશા કે હતાશા આવ્યાં ન હોય. નરેન્દ્રભાઇના મતે દરેક વ્યકિતના જીવનમાં એવી કોઇ વ્યકિત હોવી જોઇએ કે જેના ખભા પર માથું મૂકી રડી શકાય. બાથરૂમમાં ડોલ ભરીને રડીએ તો દુ:ખ હળવું ન થાય કે સંતોષ ન થાય, પણ સ્વજનતા ખભા પર એક ટીપું આંસુ પાડીએ તો ભાર હળવો થઇ જાય...! નિયમિત પ્રાર્થના કરતા નરેન્દ્રભાઇ પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે, પ્રાર્થના ઇરનું સ્મરણ કરવાની એક સુંદર પદ્ઘતિ છે. તેઓ માને છે કે, પાણી શરીરને શુદ્ઘ કરે છે તો પ્રાર્થના અંતરને શુદ્ઘ કરે છે. નરેન્દ્રભાઇ માને છે કે દરેક વ્યકિતએ ‘જાત સાથે સંવાદ કરતાં શીખવુ જોઇએ.’ નરેન્દ્રભાઇને હિમાલયમાં એકલા ફરવા જવાનું ખૂબ ગમતું. વર્ષો પહેલાં તેઓ હિમાલયમાં તો કયારેક જંગલમાં ચાર - પાંચ દિવસ ‘જાત સાથે સંવાદ’ કરવા એકલા નીકળી પડતા. નરેન્દ્રભાઇ ‘હું મને મળવા જાઉં છું’ એવો એક કાર્યક્રમ કરતા અને હિમાલયની ગોદમાં નીકળી પડતા. એકવાર વિજયનગરના ગાઢ જંગલમાં છ દિવસ સુધી એકલા ફર્યા. . બસ, જાત સાથે સંવાદ-નિજાનંદ.. શ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મ દિન નિમિતે હાર્દિક શુભકામનાઓ...

(હેમત ગોહિલ) મીડીયા સેલ, જામનગર મહાનગર


Loading...
Advertisement
Advertisement