ઠેબા ચોકડી પાસે કચરા ડમ્પીંગ માટે વાહનોની લાઇનો લાગી

17 September 2021 03:51 PM
Jamnagar
  • ઠેબા ચોકડી પાસે કચરા ડમ્પીંગ માટે વાહનોની લાઇનો લાગી
  • ઠેબા ચોકડી પાસે કચરા ડમ્પીંગ માટે વાહનોની લાઇનો લાગી
  • ઠેબા ચોકડી પાસે કચરા ડમ્પીંગ માટે વાહનોની લાઇનો લાગી

જામનગર શહેરની ભાગોળે આવેલા ઠેબા ચોકડી નજીકના ડમ્પીંગ પોઇન્ટ ઉપર આજે સવારથી જ કચરાની ગાડીઓની લાંબી કતારો લાગી હતી. કચરાની ગાડીઓ ખાલી થવા માટે જગ્યાનો અભાવ હોય અને તાજેતરના વરસાદી પાણીના પુરને કારણે અગાઉ રખાયેલ કચરો વધુ વિસ્તારમાં પથરાઇ ગયો હોય, જેસીબી સહિતના સાધનોની મદદથી જગ્યા કરવા માટે રાહ જોવી પડી હતી. આ અંગે સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી દિપક શિંગાળાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે, સવારે એકાદ કલાક સુધી આ સમસ્યા હતી પરંતુ બાદમાં કામગીરી રાબેતા મુજબ શરૂ થઇ ગઇ હતી.


Loading...
Advertisement
Advertisement