એરફોર્સ-2 સામેના આવાસ પાસે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

17 September 2021 03:55 PM
Jamnagar
  • એરફોર્સ-2 સામેના આવાસ પાસે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

જામનગર તા.17:
જામનગરના એરફોર્સ-2 સામેના આવાસ પાસે હનુમાનજીની ગલીમાં જુગાર રમી રહેલ ચાર શખ્સોને પોલીસે રૂા.36,800ની રોકડ સાથે પકડી પાડયા છે. પોલીસે તમામ શખ્સો સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી છે. જામનગરમાં ઇન્દિરા માર્ગ પર આવેલ રોજી પેટ્રોલ પંપ પાસેના એરફોસ-2 સામેના આવાસ પાસે હનુમાનજીની ગલીમાં સીટી સી ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા મનોજસિંહ દીલીપસિંહ પીંગળ રહે-ગોકુલનગર નવાનગર મોમાઇનગર વાળિ ગલીમા જામનગર, નરેશભાઇ હીરાભાઇ બગડા રહે-ગોકુલનગર રડાર ગેટની બાજુમા જામનગર, વીપુલસિંહ ચંદુભા પીગળ રહે-શંકર ટેકરી આશાપુરા મંદીર બાજુમા જામનગર, મહેશભાઇ લાલજીભાઇ ચોહાણ રહે- મોટા આશાપુરા મંદીર પાસે વાઘેર વાડો જામનગરવાળા શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. પોલીસે ચારેય શખ્સોના કબ્જામાંથી રૂા.36,800ની રોકડ કબ્જે કરી હતી. પોલીસે તમામ સામે જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement
Advertisement