દર સેકન્ડે 600 ડોઝ: દેશમાં 6 કલાકમાં 1 કરોડને વેકસીન

17 September 2021 04:17 PM
India
  • દર સેકન્ડે 600 ડોઝ: દેશમાં 6 કલાકમાં 1 કરોડને વેકસીન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને વિશ્વ રેકોર્ડ કરતું ભારત: ત્રીજી વખત એક જ દિવસમાં 1 કરોડથી વધુને વેકસીન: રાત્રી સુધીમાં 2 કરોડને વેકસીનનો લક્ષ્યાંક

નવી દિલ્હી:
દેશમાં કોરોના સામેના જંગમાં આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદીને 2 કરોડ લોકોને વેકસીન આપવાના લક્ષ્યાંકમાં પ્રથમ 6 કલાકમાં જ દેશમાં 1 કરોડથી વધુ લોકોને વેકસીનનો ડોઝ આપી દેવાયો છે અને આજે રાત્રી સુધી વેકસીનેશન સેન્ટર ખુલ્લા રહેશે તથા માર્ગમાં પણ વેકસીન કેન્દ્રો ઉભા કરાયા છે અને લોકો અહી પણ વેકસીન લેવા સ્વૈચ્છીક આવી રહ્યા છે.

ભારતે આ સાથે 77 કરોડ લોકોને વેકસીનનો એક ડોઝ આપીને પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. ચીને તેના વેકસીનેશનના સતાવાર આંકડા બહાર પાડયા નથી. ભારતે આમ સતત ચોથી વખત એક જ દિવસમાં વેકસીનનો 1 કરોડનો ટાર્ગેટ પુરો કર્યો છે અને આજે રાત્રી સુધીમાં 2 કરોડ લોકોને વેકસીન આપી દેવાશે. ભારતે તા.31 ઓગષ્ટના રોજ 1.30 કરોડ લોકોને વેકસીન આપી હતી જયારે તા.27 ઓગષ્ટે 1 કરોડ લોકોને વેકસીન આપી હતી.

આજની ઝડપથી દર મીનીટે 42000 ડોઝ અપાઈ રહ્યા છે અથવા તો દર સેકન્ડે 700 ડોઝ આપવામાં આવી રહ્યા છે. કેન્દ્રના વેકસીનેશન પ્રોગ્રામના વડા ડો. આર.એસ.શર્માએ ટવીટ કરીને આ માહિતી આપવામાં આવી હતી. ભારતે 85 દિવસમાં 10 કરોડ લોકોને વેકસીન આપવાનો રેકોર્ડ બનાવ્યો પણ બીજા 45 દિવસમાં વધુ 10 કરોડ અને સતત ઘટતા જતા છેલ્લે 13 દિવસમાં 10 કરોડને વેકસીન આપી છે. ભારતમાં વેકસીનની સપ્લાય પણ ઝડપી બનાવાઈ છે અને તેથી આ સમગ્ર પ્રોગ્રામ શકય બન્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement