ગોંડલમાં નશાખોર પિતાથી કંટાળી પુત્રએ જાતે બ્લેડથી ઇજા કરી

17 September 2021 04:34 PM
Rajkot Crime
  • ગોંડલમાં નશાખોર પિતાથી કંટાળી પુત્રએ જાતે બ્લેડથી ઇજા કરી

રાજકોટ,તા.17
ગોંડલના ધોધાવદરમાં રહેતા યુવકે દારૂ પિવાની ટેવ ધરાવતા પિતાથી કંટાળીને પોતાની જાતે બ્લેડના છરકા મારીને શરીરે ઇજા પહોંચતા અત્રેની સીવીલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ધોધવદરમાં રહેતા હર્ષદભાઇ ઉકાભાઇ સોલંકી(ઉ.વ.21) ગત રાત્રીના ઘરે હતા ત્યારે પિવાની ટેવ ધરાવતા પિતાથી કંટાળીને બ્લેડના ઘા પોતાની જાતે શરીરમાં ઇજા કરતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુમાં સારવારકમાં રહેલ હર્ષદભાઇએ જણાવ્યું હતું કે, મારાપિતા દારૂ પીવાની ટેવ ધરાવતા હોઇ અને અવારનવાર મારા માતા સાથે ઝઘડો કરીને માથાકુટ પરીવારમાં કરતા તેનાથી કંટાળીને મેં આ પગલું ભર્યુ હતું. હર્ષદભાઇ હોલ્ડીંગ દિવાલ બનાવવાનું કામ કરે છે. અને તે બે ભાઇમાં મોટો છે. જે અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા તેના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement