ચેમ્બર ઓફ કોમર્સનો નફો 15 લાખથી વધુ: 30મીએ એજીએમ: સતત બીજા વર્ષે ‘ઓનલાઈન’

17 September 2021 04:40 PM
Rajkot
  • ચેમ્બર ઓફ કોમર્સનો નફો 15 લાખથી વધુ: 30મીએ એજીએમ: સતત બીજા વર્ષે ‘ઓનલાઈન’

એજન્ડા બહાર પાડી દેવાયો: મીટીંગમાં સામેલ થવા રજીસ્ટ્રેશન ફરજીયાત

રાજકોટ તા.17
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક સામાન્ય સભા સતત બીજા વર્ષે ઓનલાઈન ધોરણે રાખવાનું નકકી કરવામાં આવ્યું છે તે આગામી 30મીએ યોજાશે. વર્ષ દરમ્યાન વેપારી મહામંડળે 15 લાખથી વધુનો નફો કર્યો હોવાના નિર્દેશ છે.

ચેમ્બર ઓફ કોમર્સે સામાન્ય રીતે રાજકીય આગેવાનો સહીતની હાજરીમાં વાર્ષિક સામાન્ય સભા રાખતુ હોય છે. પરંતુ કોરોના મહામારીને ધ્યાને રાખીને તે સતત બીજા વર્ષે ઓનલાઈન રાખવાનું જ નકકી કરવામાં આવ્યુ છે.30 મી સપ્ટેમ્બરે એજીએમનો એજન્ડા જારી કરી દેવામાં આવ્યો છે.

સભામાં સામેલ થવા માટે સભ્યોએ 28મી સુધીમાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરાયું છે. રજીસ્ટે્રશન કરાવનારને જ લીંક મોકલાશે અને તેના આધારે લોગઈન થઈ શકશે સભ્યોના પ્રશ્નો સુચનોની પણ તેમાં જ ચર્ચા થશે અને તે માટે પણ 23 મી સુધીમાં પ્રશ્નો-સૂચનો મોકલવાની મર્યાદા નકકી કરવામાં આવી છે.

સુત્રોએ એમ કહ્યું છે કે કોરોનાને કારણે વેપારી મહામંડળ દ્વારા વ્યવસાયીકો સંબંધી કામગીરીને બહુ મોટી અસર નથી.એજીએમમાં વર્ષ દરમ્યાનની કામગીરીનો રીપોર્ટ કાર્ડ પેશ કરવામાં આવશે આવક-ખર્ચનો રીપોર્ટ રજુ થશે. 15 લાખ આસપાસનો નફો થવાના સંકેત છે.


Related News

Loading...
Advertisement
Advertisement