રાજકોટમાં સૌથી મોટો રસીકરણ યજ્ઞ : બપોર સુધીમાં 21495 લોકોનું રસીકરણ

17 September 2021 04:42 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં સૌથી મોટો રસીકરણ યજ્ઞ : બપોર સુધીમાં 21495 લોકોનું રસીકરણ
  • રાજકોટમાં સૌથી મોટો રસીકરણ યજ્ઞ : બપોર સુધીમાં 21495 લોકોનું રસીકરણ
  • રાજકોટમાં સૌથી મોટો રસીકરણ યજ્ઞ : બપોર સુધીમાં 21495 લોકોનું રસીકરણ
  • રાજકોટમાં સૌથી મોટો રસીકરણ યજ્ઞ : બપોર સુધીમાં 21495 લોકોનું રસીકરણ
  • રાજકોટમાં સૌથી મોટો રસીકરણ યજ્ઞ : બપોર સુધીમાં 21495 લોકોનું રસીકરણ
  • રાજકોટમાં સૌથી મોટો રસીકરણ યજ્ઞ : બપોર સુધીમાં 21495 લોકોનું રસીકરણ

ચાલો વેકસીન લેવા; પૂરા શહેરમાં ફરતી ટીમો : રાત્રે 12 વાગ્યા સુધીમાં 40 હજાર આસપાસ ડોઝ આપવા તંત્રની તૈયારી

* ગુરૂવારે રાત્રે 12 વાગ્યે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનથી શરૂઆત : કોલેજોથી માંડી સોસાયટી, બાંધકામ સાઇટથી માંડી સ્લમ વિસ્તાર સુધી મનપાની મોબાઇલ વાન ફરતી રહી

* સંસ્થાઓના યજમાનપદે પણ કેમ્પ : મનપાના તમામ વિભાગના વાહનો વડાપ્રધાનના જન્મદિન પર વેકસીનેશન માટે ફાળવી દેવાયા : જનરલ બોર્ડ સભા ખંડમાં ખુલ્યો કંટ્રોલ રૂમ

* રાજકોટમાં ગઇકાલે રાત્રે 12 વાગ્યાથી રસીકરણનું મેગા અભિયાન શરૂ થયું છે અને આજે રાત્રીના 1ર વાગ્યા સુધી એટલે કે સતત ર4 કલાક ચાલવાનું છે. બસ પોર્ટ અને રેલવે સ્ટેશન પરથી મેયર-કમિશનરની હાજરીમાં આ રસીકરણ શરૂ કરાયું હતું તો મનપાના આરોગ્ય કેન્દ્રો ઉપરાંત વોર્ડ ઓફિસ, ઝોન ઓફિસ, રહેણાંક વિસ્તારો અને સંસ્થાઓના યજમાનપદે પણ કેમ્પની જેમ વેકસીનેશન કરવામાં આવ્યું હતું. મેયર ડો. પ્રદિપ ડવ, કમિશ્નર અમિત અરોરા, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ આજે પૂરો દિવસ ફિલ્ડમાં રહ્યા હતા.

રાજકોટ, તા. 17
વડાપ્રધાનના જન્મદિવસે આજે પૂરા રાજયની સાથે રાજકોટમાં પણ વેકસીન મહાઅભિયાન કરવામાં આવ્યું છે. ગઇકાલ રાત્રીના 12 વાગ્યાથી મનપાએ રસીકરણ શરૂ કરાવતા આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 21495 નાગરિકોએ વેકસીનેશન કરાવ્યું છે. જે આંકડો જોતા આજે રાજકોટમાં વેકસીનના ડોઝનો પણ રેકોર્ડ થઇ ગયો છે. આજે રાત્રે 12 વાગ્યા સુધી મનપા ડોર ટુ ડોરની જેમ વેકસીનેશન કરવાની હોય, 50 હજાર ઉપલબ્ધ ડોઝમાંથી 40 હજાર જેટલા ડોઝનો વપરાશ થવા આશા છે.

ગઇકાલે રાત્રે 12 વાગ્યે મેયર અને કમિશ્નરે બસ પોર્ટ પર વેકસીનેશન ડ્રાઇવ શરૂ કરાવી હતી. આજે બસ સ્ટેન્ડ ઉપરાંત રેલવે સ્ટેશન, વોર્ડ ઓફિસ, આરોગ્ય કેન્દ્રો, સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોમાં સઘન રસીકરણ કરવામાં આવ્યું છે. તો કોર્પો.ના 42 વાહનને વેકસીનેશન વાનમાં ફેરવીને બાંધકામ સાઇટથી માંડી સ્લમ વિસ્તારમાં ફેરવવામાં આવી રહ્યા છે. નાનો સમુહ એકઠો થાય એટલે તુરંત મનપાનું વાન પહોંચીને રસીકરણ કરી રહ્યું છે. રાજય સરકારે બે દિવસ અગાઉ જ મહાપાલિકાને રસીના અર્ધો લાખ ડોઝ આજના દિવસ માટે ફાળવ્યા હતા તે ઉલ્લેખનીય છે.

મનપાના તમામ વિભાગના વાહનો આજે આરોગ્ય શાખાને હવાલે કરી દેવામાં આવ્યા છે. એકંદરે આજનો દિવસ રાજકોટને 100 ટકા વેકસીનેશન તરફ દોડાવશે તે પણ નકકી છે. મનપાના સભાખંડમાં આજે કંટ્રોલ રૂમની જેમ કર્મચારીઓનો કાફલો બેઠો હતો અને લોકોના ફોન પર સંપર્ક, વોટસએપ કરીને રસી લેવા સતત જાણ કરાતી હતી.

મેયર ડો. પ્રદિપ ડવે કહ્યું હતું કે આ રસીકરણ અભિયાનમાં લોકોની પૂરેપુરી જાગૃતિ અને સહકાર દેખાયા છે. રસી લેવા માટે ટીમો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. એકંદરે ડોર ટુ ડોરની જેમ રસીકરણની કામગીરી થઇ છે. ધર્મ સ્થળોથી માંડી રહેણાંક સોસાયટી વિસ્તારમાં ટીમો પહોંચી ગઇ છે. આજે બપોર સુધીના આંકડા અને ઉત્સાહ જોતા મહાનગરમાં 40 હજાર નજીક ડોઝ આપવામાં આવે તેવી પૂરી આશા છે. આ જાગૃતિ માટે તેમણે લોકોને અભિનંદન પણ પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિને નિમિતે મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરવામાં આવેલ છે. જેમાં ગઇકાલે રાત્રિએ એસ.ટી. બસ પોર્ટ અને રેસકોર્ષ રીંગ રોડ ખાતે મેયર ડો.પ્રદિપ ડવ અને કમિશનર અમિત અરોરાની ઉપસ્થિતિમાં વેક્સિનેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વેક્સિનેશનની કામગીરી આજેની મધ્યરાત્રિ સુધી કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા થયેલા આયોજન મુજબ મનપાની ઈસ્ટ અને વેસ્ટ ઝોન ઓફિસ અને સેન્ટ્રલ ઝોન માટે મેસોનિક હોલ, એસ.ટી. બસ સ્ટેન્ડની બાજુમાં, ઢેબરભાઈ રોડ ખાતે તેમજ શહેરના 21 આરોગ્ય કેન્દ્રો, દરેક વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે ઉપરાંત સામાજિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટી કોલેજો, સ્લમ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ મોબાઈલ વાહન દ્વારા વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ મહાઅભિયાનમાં બાંધકામ સાઈટ્સ, હોકર્સ ઝોન વગેરે સ્થળોને પણ આવરી લેવામાં આવી રહયા છે.

આજે મોડી રાત્રિ સુધી વેક્સીનેશનની કામગીરી ચાલુ રહેવાની છે ત્યારે વેકસીન લેવામાં બાકી હોય તે લોકો અચૂક વેક્સિન લઈ લ્યે તેવી અપીલ ડો. પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન, પુષ્કરભાઇ પટેલ, કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા દ્વારા કરવામાં આવેલ છે.

આરોગ્ય અધિકારી ડો.લલીત વાંઝા, ડો.પી.પી.રાઠોડ, ડો.મનીષ ચુનારા સહિતની ટીમ પૂરા રાજકોટના વિસ્તારોમાં વ્યવસ્થા અને સંકલનમાં ગોઠવાઇ છે. રાજકોટમાં આમ પણ અગાઉ 9પ ટકા લોકોને પ્રથમ ડોઝ અને 4પ ટકાને દ્વિતીય ડોઝ અપાઇ ગયા છે. 84 દિવસ થઇ ગયા હોય અને રસી લીધી ન હોય તેવા લોકોની સંખ્યા 70 હજાર જેવી છે. સેક્ધડ ડોઝ માટે પણ ખાસ કેન્દ્રો ચાલી રહ્યા છે તો આજે 4ર હજાર કોવિશિલ્ડ અને 3 હજાર કોવેકસીનના ડોઝ મનપાએ હાથ પર રાખ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement