‘ચેહરે’, ‘થલાઈવી’, સિનેમા હોલ પર કંઈ ઉકાળી ન શકતા હવે નિર્માતાઓનું વલણ ઓટીટી તરફ?

17 September 2021 04:55 PM
Entertainment
  • ‘ચેહરે’, ‘થલાઈવી’, સિનેમા હોલ પર કંઈ ઉકાળી ન શકતા હવે નિર્માતાઓનું વલણ ઓટીટી તરફ?

મહારાષ્ટ્રમા સિનેમા હોલ બંધ છે, મલ્ટી પ્લેકસવાળા ફિલ્મ રીલીઝ કરવા નથી માંગતા, આ પરિસ્થિતિમાં નવી ફિલ્મો ઓટીટીનો માર્ગ પકડી શકે છે

મુંબઈ તા.17
સિનેમાહોલમાં રીલીઝ થયેલી અક્ષયકુમારની ફિલ્મ બેલબોટમ અને કંગના રનૌતની ફિલ્મ ‘થલાઈવી’થી ફીલ્મ ઉદ્યોગને ઘણી આશા હતી. પણ અફસોસ કે હજુ સુધી મહારાષ્ટ્રમાં સિનેમા હોલ ન ખુલવાના કારણે અને તમામ અન્ય પ્રતિબંધોનાં કારણે આ ફિલ્મો બોકસ ઓફીસ પર કંઈ ખાસ દેખાવ નથી કરી શકી. જેના કારણે હવે અન્ય નિર્માતાઓ પોતાની ફિલ્મો ઓટીટી પર રીલીઝ કરવાનો પ્લાન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બેલબોટમએ લગભગ 30 કરોડ રૂપિયાનું લાઈફટાઈમ કલેકશન કર્યું છે. પરંતુ અમિતાભ બચ્ચનની ચેહરે માત્ર 2.5 કરોડમાં સમેટાઈ ગઈ તો કંગનાની ફિલ્મ ‘થલાઈવી’ તો હિન્દી બેલ્ટમાં એક કરોડની પણ કમાણી કરી શકી નથી. ખરેખર તો ફિલ્મનાં હિન્દી વર્ઝનને માત્ર બે સપ્તાહ બાદ જ ઓટીટી પર રીલીઝની શરતને કારણે મોટાભાગનાં મલ્ટી પ્લેકસવાળાઓએ ફીલ્મને રીલીઝ કરવાનો જ ઈન્કાર કરી દીધો હતો

આ કારણે ફીલ્મ હિન્દીમાં માત્ર સીંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં જ રીલીઝ થઈ શકી. જાણકારોનું માનવુ છે કે થલાઈવી માટે પોતાનો ખર્ચ કાઢવા માટે ઓટીટી પર માત્ર બે હપ્તા બાદ રીલીઝ કરવાની ડીલ કરવી મજબુરી હતી પણ તેના કારણે મલ્ટીપ્લેકસ પર ફીલ્મ રીલીઝ ન થઈ શકત તેનું કલેકશન ખૂબ જ ઓછુ રહ્યું. આ પરિસ્થિતિમાં આવનારા દિવસોમાં કોઈપણ નિર્માતા તેની ફીલ્મ ત્યાં સુધી સિનેમા હોલમાં રજુ નહિં કરે જયાં સુધી મહારાષ્ટ્રમાં સિનેમા હોલ નહિં ખુલે.

જો ઈન્તઝાર લાંબો રહ્યો તો ઓટીટી પર જનારી ફિલ્મોની સંખ્યા વધી શકે છે. આથી દશેરા માટે વિકી કૌશલની ફીલ્મ ‘સરદાર ઉધમસિંહ’ ઓટીટી પર પોતાનું વલણ દાખવી ચુકી છે. આ ઉપરાંત ‘બેલબોટમ’ અને ‘થલાઈવી’સિવાય ‘હાથી મેરે સાથી’ પણ ઓટીટી પર આવી શકે છે. હાલ તો દશેરા પર મહારાષ્ટ્રમાં સિનેમા હોલ ખુલશે તો બોકસ ઓફીસ પર ફીલ્મોની દિવાળી પ્રકાશી શકે.


Related News

Loading...
Advertisement
Advertisement