જો‘83’ ઓટીટી પર રિલીઝ થઇ જાય તો થિયેટરોમાં તેનો ચાર્મ ન રહે

17 September 2021 04:57 PM
Entertainment
  • જો‘83’ ઓટીટી પર રિલીઝ થઇ જાય તો થિયેટરોમાં તેનો ચાર્મ ન રહે

રણવીર સિંહ સ્ટારર‘83 ’ફિલ્મ ભારતે સૌ પ્રથમ જીતેલા વર્લ્ડ કપ પર આધારિત

મુંબઇ:
મહારાષ્ટ્રમાં હાલ થિયેટરો બંધ છે. મલ્ટી પ્લેકસ વાળાઓ ફિલ્મને રજુ કરવા માટે તૈયાર નથી કારણકે, ફિલ્મની થિયેટર રિલીઝ અને ઓટીટી રિલીઝના સમય વચ્ચે તેમને ઓછો સમયગાળો પડે છે. આવા અનેક કારણે નવી ફિલ્મોની થિયેટર રિલીઝ લટકી પડી છે. આ સંજોગોમાં રણવીરસિંહ સ્ટારર ફિલ્મ સીથ્રી ની થિયેટરમાં રિલીઝ પણ લટકી પડી છે. ફિલ્મનો વિષય 1983માં ભારતે પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતેલો તેનો છે. ખબરો મુજબ આ ફિલ્મ આ વર્ષના અંતમાં થિયેટરમાં રિલીઝ થઇ શકેે છે.જયારેઆફિલ્મ બની ત્યારે મહામારીના કોઇ સંકેતો નહોતા અને કોઇએ કલ્પના નહોતી કરી કે, થિયેટરો બંધ પડી જશે.ફિલ્મ બની જશે પરંતુ રિલીઝ થવા માટે થિયેટરો નહીં મળે. જો આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવામાં આવે તો આ ફિલ્મને લઇને જે ઉત્તેજના છે તે પછી થિયેટરોમાં રિલીઝ થાય તો રહે નહીં.


Related News

Loading...
Advertisement
Advertisement