ભાજપે કોંગ્રેસે જીલ્લા પંચાયતની બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા

17 September 2021 07:16 PM
Rajkot
  • ભાજપે કોંગ્રેસે જીલ્લા પંચાયતની બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા

રાજકોટ તા.17
રાજકોટ જીલ્લા પંચાયતની બે બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.આવતા સપ્તાહથી પ્રચાર જોર પકડવાના નિર્દેશ છે. જીલ્લા પંચાયતની ખાલી પડેલી સાણથલી તથા શિવરાજપુર બેઠક માટે પેટાચૂંટણી 3જી ઓકટોબરે યોજાવાની છે. આ બન્નેમાંથી કોંગ્રેસ-ભાજપનો એક એક બેઠક પર કબ્જો હતો.હવે બન્ને બેઠક કબજે લેવા તમામ તાકાત કામે લગડે તેમ છે. કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે તે પૂર્વે હરીફ પક્ષોએ ઉમેદવાર નકકી કરી લીધા છે. ભાજપ દ્વારા સાણથલી બેઠક માટે રસીલાબેન વેકરીયાને ટીકીટ ફાળવી છે આજે ફોર્મ પણ ભરાવી દેવામાં આવ્યું હતું. શિવરાજપુરની બેઠકનાં ઉમેદવાર કાલે ફોર્મ ભરશે. કોંગ્રેસ દ્વારા ગુરૂવારે સેન્સ લેવામાં આવી હતી અને તેના આધારે ઉમેદવારો ફાઈનલ કરી દેવાયા હતા. સાણથલી બેઠક માટે શારદાબેન વિનુભાઈ ધડુક તથા શિવરાજપુર બેઠક માટે વિનુભાઈ મેણીયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement