રાજકોટ લૌકિકે આવી રહેલા નીતાબેન મૂછડીયાનું સનાળા પાસે અકસ્માતમાં મોત

17 September 2021 07:23 PM
Rajkot
  • રાજકોટ લૌકિકે આવી રહેલા નીતાબેન મૂછડીયાનું સનાળા પાસે અકસ્માતમાં મોત

પતિ સાથે બાઇકમાં બેસી રાજકોટ આવતા હતા : પરિવારમાં શોક છવાયો:ઝેરી દવા પી લેનાર મોરબીના યુવાને દમ તોડ્યા

રાજકોટ,તા.17
મોરબીના તાજપરમાં રહેતા નીતાબેન સવજીભાઈ મૂછડીયા(ઉ.વ.42)પતિના બાઇકમાં બેસી મોરબીથી રાજકોટ આવતા હતા ત્યારે સનાળા ગામની બાજુમાં નવા બનતા બ્રિજ પાસે પાછળથી પુરઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે હડફેટે લેતા પતિ પત્ની બંને ફંગોળાયા હતા અને નીતાબેનના માથા પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું.તેમને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.નીતાબેનને સંતાનમાં ત્રણ દીકરી છે.નીતાબેનના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.અન્ય બનાવમાં,મોરબીના જેતપરમાં રહેતા મુકેશભાઈ ધરમશીભાઈ દેત્રોજા(ઉ.વ.22)નામના યુવાને તા.22/08ના રોજ ઝેરી દવા પી લેતા તેમને અત્રેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન આજરોજ ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement