રાજકોટના કાર્યકરોમાં ભાજપના વરિષ્ઠ નેતાઓએ સંસ્કાર સિંચ્યાં છે, એટલે જ ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામુ આપ્યું : રૂપાણી

17 September 2021 09:49 PM
Rajkot Gujarat Politics Saurashtra
  • રાજકોટના કાર્યકરોમાં ભાજપના વરિષ્ઠ નેતાઓએ સંસ્કાર સિંચ્યાં છે, એટલે જ ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામુ આપ્યું : રૂપાણી
  • રાજકોટના કાર્યકરોમાં ભાજપના વરિષ્ઠ નેતાઓએ સંસ્કાર સિંચ્યાં છે, એટલે જ ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામુ આપ્યું : રૂપાણી

● વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને યોજાયેલા કાર્યક્રમોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી, વિધાનસભા 69 બુથ સંવાદમાં કાર્યકરોને સંબોધિત કર્યા ● સ્વ.અરવિંદભાઈ મણિયાર, ચીમનભાઈ શુક્લ, પ્રવિણભાઈ મણિયાર, કેશુભાઈ પટેલ સહિતના નેતાઓને વિજયભાઈએ યાદ કર્યા : કાર્યકરોના ત્યાગ, તપશ્ચર્યાથી જ ભાજપ વિશ્વનું સૌથી મોટું સંગઠન બન્યું

રાજકોટઃ
શહેરમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે અનેક કાર્યક્રમો યોજાયા હતા. જે અનુસંધાને કેટલાક કાર્યક્રમોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. વિજયભાઈએ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ પુરવઠા વિભાગના કાર્યક્રમ, આત્મીય કોલેજ ખાતે કુપોષિત બાળકને દત્તક લેવાનો કાર્યક્રમ, દીકરીઓને બોન્ડ આપવાનો કાર્યક્રમ, હેમુ ગઢવી હોલ નવીનીકરણ લોકાર્પણ અને તેઓ જ્યાંથી ધારાસભ્ય છે તેવી 69 -રાજકોટ પશ્ચિમના બુથ કાર્યકરો સાથે સંવાદના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

વિધાનસભા 69 બુથ સંવાદ કાર્યક્રમમાં વિજયભાઇ રૂપાણીએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ પંચનિષ્ઠાથી કામ કરતી પાર્ટી છે બીજી પાર્ટીઓથી અલગ છે પાર્ટીના કાર્યકર્તાઓ ભારત માતા કી જયના સુત્રોને સાર્થક કરવા માટે સતત સક્રિય રહે છે, ભાજપની રાજનીતિ સતા મેળવવા, ચૂંટણી જીતવાની નથી પરંતુ મૂલ્યનિષ્ઠ રાજનીતિ અને મૂલ્ય આધારીત રાજકારણ સ્થાપિત કરતી પાર્ટી છે જીવશું તો પણ દેશ માટે અને મરીશુ તો પણ દેશ માટે આવા અતૂટ રાષ્ટ્રવાદ સાથેની ભાવનાથી કાર્યકર્તાઓ સમર્પિત છે, વ્યકિત સે બડા દલ ઔર દલ સે બડા દેશ આ સુત્રોમાં માનનારી પાર્ટી છે. દેશ હિતની ચિંતા કરનારી પાર્ટી છે, દેશમાં લોકશાહી મરી પરવારી હતી ત્યારે ઇન્દીરા ગાંધીએ કટોકટી જાહેર કરી ત્યારે જનસંઘનો દીપક બુઝાવી જનતા પાર્ટીમાં મર્જ થયા હતા. સાબિત કર્યુ હતું કે દલ એટલે કે પાર્ટીથી મોટો દેશ છે, રામમંદિર માટે પણ ભાજપે ત્રણ ત્રણ સરકારો જતી કરી કારણ કે ભાજપનો કોન્સ્પેટ કલીયર હતો કે મંદિર ત્યાં જ બનાવીશું આ હું એટલા માટે દોહરાવું છું કારણ કે ભાજપે, ભાજપના કાર્યકર્તાઓએ સિધ્ધાંત નિષ્ઠાને ચરિતાર્થ કરી છે.

વિજયભાઇએ વધુમાં કહ્યું કે આ લોકશાહીને વરેલી પાર્ટી છે, સત્તાને સેવાનું સાધન માની ચાલનારી પાર્ટી છે. જનસંઘથી લઇ આજ સુધી અનેક કાર્યકર્તાઓએ કયાંક તપશ્ર્ચર્યાથી આ પાર્ટી મોટી બની છે, દરેક દિશામાં ફેલાઇ છે અનેક કાર્યકરને કંઇ મળ્યું નથી. કયારે કોઇ પદ પર આવ્યા નથી. છતાં આ કાર્યકર્તાઓ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે નિષ્ઠાપૂર્વક પાર્ટીમાં કામ કરી રહ્યા છે. અમારા માટે પદ એ જવાબદારી છે. પ્રતિષ્ઠા નહીં પણ પરીક્ષા છે, સન્માન નહીં પણ ચુનોતી છે, અહીં વિજયભાઇએ કહ્યું કે નરેન્દ્ર ઠાકુર અને ધનસુખ ભંડેરી ઢીલા પડી ગયા અને મારી પાસે પોતાની ગાથા કહેવા લાગ્યા. પરંતુ હું કહું છું કે હું પહેલા પણ સીએમ હતો, જયારે સીએમ હતો ત્યારે પણ સીએમ હતો અને આજે પણ સીએમ છું. એટલે કે કોમનમેન કે જે તમારી જેમ જ કાર્યકર્તા છે. રાજકોટના કાર્યકર્તાઓમાં સ્વ. અરવિંદભાઇ મણીયાર, ચીમનભાઇ શુકલ, કેશુભાઇ પટેલ, પ્રવિણભાઇ મણીયાર અને વજુભાઇ વાળાએ સંસ્કાર સિંચ્યા છે, કાર્યકર્તાઓનું ઘડતર કર્યુ છે અને એટલે જ ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામુ આપ્યું છે. આ સંસ્કારોના કારણે જ પાર્ટી જે કહે તે કરનારા કાર્યકર્તાઓ બન્યા છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે છોડવું બહુ અઘરૂ છે, કોઇ સરપંચને ખાલી રાજીનામુ આપવાનું કહીને જુઓ. એટલે છોડવું અઘરૂ છે પરંતુ અમે પાર્ટી કહે તેમ કરનારા કાર્યકર્તાઓ છીએ.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે તેમને શુભકામના પાઠવતા વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે નરેન્દ્રભાઇ પણ સંગઠનમાંથી વડાપ્રધાન બન્યા છે તેમને પણ એક કાર્યકર્તાથી શરૂ કરી પોતાની જાત ઘસીને કામ કર્યુ છે અને આજે વડાપ્રધાન તરીકે પ્રજાની અપેક્ષા પૂરી કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ગરીબો માટે જનઘન, ઉજજવલા, ઉજાલા, આયુષ્યમાન, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અનેક યોજનાઓ થકી ભાજપ ગરીબોની પાર્ટી બની છે અને નરેન્દ્રભાઇને ગરીબોના બેલી તરીકે આપણે સૌએ જોયા છે. નરેન્દ્રભાઇ કહેતા કે દેશના તમામ સંશાધનો શોષીત, વંચિત, પીડિત, દલિત, ગરીબો માટે છે. તેમના વિચાર મુજબ જ તેમને પ્રજાની ચિંતા કરીને વિવિધ યોજનાઓ બનાવી છે. ઉપરાંત આતંકવાદ સામે પણ જોરદાર લડત આપી છે, એરસ્ટ્રાઇક, સર્જીકલ સ્ટ્રાઇક કરી વિશ્ર્વમાં ભારતની પ્રતિષ્ઠા ફરી સ્થાપિત કરી છે. કોરોનામાં પણ મોદી સરકારે સારી કામગીરી કરી, દેશને બે બે વેકસીન આપી અને દેશને કોરોનાથી સુરક્ષીત કર્યો. આ ઉપરાંત જે સંકલ્પ હતા તેને વળગી રહી રામ મંદિર વિશે કોંગ્રેસવાળા કહેતા કે ‘તારીખ નહીં બતાએંગે’ વડાપ્રધાન મોદીએ મંદિર બનાવીને સંકલ્પ સિધ્ધ કર્યો. ઉપરાંત કાશ્મીરમાં પણ 370 કલમ હટાવી દેશની એકતાને અખંડિતતા પ્રસ્થાપિત કરી ઉપરાંત મુસ્લિમ બહેનો માટે ત્રિપલ તલાકનો કાયદો બનાવ્યો, નાગરિકતાનો કાયદો બનાવ્યો આવા અનેક કાર્યો વડાપ્રધાન મોદીએ કર્યા છે. આપણી સંસ્કૃતિની સુગંધ દુનિયાભરમાં ફેલાવી છે, આયુર્વેદિક અને યોગને દુનિયા સમક્ષ પ્રસ્તુત કર્યુ છે. આ સિવાય નવી આર્થિક નીતિ, કૃષિ નીતિ, શિક્ષણ નીતિ, દેશને આપી છે.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો લાખભાઈ સાગઠિયા, ગોવિંદભાઇ પટેલ, મેયર પ્રદીપભાઈ ડવ, ધનસુખભાઈ ભંડેરી, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

● રાજકોટના વિકાસ કામ નહીં અટકે, આપણી જ સરકાર છે

વિજયભાઇ જણાવ્યું છે કે રાજકોટમાં પાંચ વર્ષમાં શકય એટલું કરવાનો પ્રયત્ન કર્યો છે, બેઝીક સમસ્યાને પકડીને આગળ ચાલ્યા છીએ હવે વરસાદ ભલે ખેંચાતો પણ કયારેય આજી ખાલી નહીં રહે. રાજકોટમાં નવી જીઆઇડીસી, નવું એરપોર્ટ, નવું બસપોર્ટ, એઇમ્સ, નવી ઝનાના હોસ્પિટલ જેનું કામ હાલ ચાલુ છે, નવી કોર્ટ, નવું રેસકોર્ષ, નવા ઓવરબ્રીજ, અટલ સરોવર સહિતના અનેક કામો થયા છે. સુચિત સોસાયટીનો પ્રશ્ર્ન હલ કર્યો છે. રાજકોટ દુનિયાના આધુનિક દેશો સાથે બરાબરી કરે તેવા કામો થયા છે. આ કામો અટકશે નહીં કારણ કે આપણી જ સરકાર છે. તેઓએ વધુમાં કહ્યું કે આ કામો થયા છે તેના લીધે જ કાર્યકર્તા વટથી મતદારો વચ્ચે જઇ શકે છે. સર્વ સમાજને સાથે લઇને કામ કર્યુ છે રાજયમાં સામાજીક સમરસતા સ્થાપિત કરી છે. લેન્ડ ગ્રેબિંગ, લવ જેહાદ જેવા કડક કાયદાઓ બનાવ્યા છે. ભ્રષ્ટાચાર નિવારણ માટે કામ કર્યુ છે અને એટલે કે પાંચ વર્ષમાં પ00 જેટલી ટીપીને મંજૂરી આપી છે અને પારદર્શકતાથી કામ થયું છે, કોરોનામાં પણ કાર્યકરોએ ખુબ જ મહેનત કરી છે. ગુજરાત સરકારે પણ સારૂ કામ કર્યુ છે, હું કહેતો આવ્યું છું કે મારા જીવનમાં આ યાદગાર રહેશે કારણ કે 100 વર્ષમાં એકવાર જ આવી મહામારી આવે છે અને આવા સમયે જ ગુજરાતની જવાબદારી મારા પર હતી સૌએ સાથે રહીને કામ કર્યુ તેનો સંતોષ જીવનભર રહેશે.

● બુથ કાર્યકર્તા એ જ ભાજપ

વિજયભાઇએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓની પાર્ટી છે, કાર્યકર્તા આધારીત પાર્ટી છે, લોકો પણ ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાને આધારે જ ઓળખે છે. બુથના કાર્યકર્તા એ જ ભાજપ છે, અટલ બિહારી વાજપેયીની કવિતા કદમ મિલાકે ચલના હોગા યાદ કરી વિજયભાઇએ કહ્યું કે આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે જ ભાજપ દુનિયાનું સૌથી મોટું સંગઠન બન્યું છે.

● વિજયભાઇએ કાર્યકરોને કહ્યું, તમારા કારણે તો હું મુખ્યમંત્રી બન્યો

કાર્યક્રમમાં વિજયભાઇએ કાર્યકર્તાઓમાં નવી ઉર્જા ભરાઇ તેવું સંબોધન કર્યુ હતું સાથે જ તેમણે કહ્યું હતું કે આજના અમારા બધા કાર્યક્રમો અગાઉથી નકકી હતા જેથી મને કમલેશ મીરાણીએ પૂછયુ તો મેં કહી દીધુ કે આપણા બધા જ કાર્યક્રમો ક્ધટીન્યુ છે જે થયું એનાથી કોઇ ફર્ક પડયો નથી. વિજયભાઇએ કહ્યું કે આપ બધા કાર્યકર્તાઓ થકી હું મુખ્યમંત્રી બન્યો. કાર્યકર્તાઓએ ખુબ મહેનત કરી જેથી હું ધારાસભ્ય બન્યો અને તેથી જ મુખ્યમંત્રી બની શકયો. તમને મળવાનો મને આનંદ હોય જ.


Related News

Loading...
Advertisement
Advertisement