રાજ્યમાં કારોનાના કેસ સતત બીજા દિવસે વધ્યાં : નવા 25 પોઝિટિવ સામે 20 દર્દીઓ સાજા થયાં

17 September 2021 10:55 PM
Gujarat
  • રાજ્યમાં કારોનાના કેસ સતત બીજા દિવસે વધ્યાં : નવા 25 પોઝિટિવ સામે 20 દર્દીઓ સાજા થયાં

27 જિલ્લામાં શુન્ય કેસ નોંધાયા: રિકવરી રેટ 98.76 ટકા યથાવત: એક્ટિવ કેસમાં વધારો 154 થયાં

રાજકોટ:
રાજ્યમાં છેલ્લા ઘણા મહિનાથી કોરોનાના કેસમાં દિન પ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો હતો ત્યારે છેલ્લા બે દિવસથી કેસમાં ઉછાળો સૂચક ગણાય છે. અને કોરોના વિરોધી વેકસીનેસન જ વાયરસથી બચી શકાશે. આજે નવા 25 કેસ સામે આવ્યા હતા.જ્યારે 20 દર્દીઓ સાજા થયા હતા,તેમજ 27 જિલ્લા આજે કોરોનાના કોઈ દર્દી નોંધાયા ન હતા. અને કુલ 8.25 લાખ સંક્રમિતોમાંથી 815466 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આજે રિકવરી રેટ 98.76 ટકા યથાવત રહ્યો હતો.

ગુજરાતના 27 જિલ્લા જેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જૂનાગઢ, ખેડા, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, વલસાડ અને તાપીમાં કોઇ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. અમદાવાદ ગ્રામ્ય, જામનગર કોર્પોરેશન, અને વડોદરા ગ્રામ્યમાં પણ શૂન્ય કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે એક પણ મોત નોંધાયું ન હતું. રાજયમાં કુલ 7 દર્દી વેન્ટિલેટર પર છે.જ્યારે 147 દર્દીઓ સ્ટેબલ છે.રાજ્યનો કુલ મૃત્યુઆંક 10082 તથા કુલ પોઝિટિવ કેસનો આંક 825685 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલ કેસ
અમદાવાદ 11, સુરત 8, વડોદરા 3, ગીર સોમનાથ - કચ્છ અને જામનગરમાં 1-1 કેસ નોંધાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement