સોનું સુદનાં ઘર - ઓફિસ પર સતત ત્રીજા દિવસે દરોડા ચાલુ ; વિદેશી નાણાંના કાયદાના ઉલ્લંઘનનો આરોપ, શૂટિંગ માટે લીધેલ ફીમાં અનિયમિતતા અને ચેરિટી ફાઉન્ડેશન એકાઉન્ટની પણ તપાસ ચાલુ

18 September 2021 12:49 AM
Entertainment India
  • સોનું સુદનાં ઘર - ઓફિસ પર સતત ત્રીજા દિવસે દરોડા ચાલુ ; વિદેશી નાણાંના કાયદાના ઉલ્લંઘનનો આરોપ, શૂટિંગ માટે લીધેલ ફીમાં અનિયમિતતા અને ચેરિટી ફાઉન્ડેશન એકાઉન્ટની પણ તપાસ ચાલુ

મુંબઈ : બોલીવુડ અભિનેતા અને કોરોના વખતે અનેક લોકોને મદદ કરનાર સોનું સુદ ના ઘરે અને ઓફિસે ૧૫ સપ્ટેમ્બર થી આયકર વિભાગના દરોડા ચાલુ છે.

આઇટીએ અભિનેતા સોનુ સૂદ સામે કથિત કરચોરીની તપાસનો વ્યાપ વધાર્યો છે. શુક્રવારે પણ, આવકવેરા વિભાગે મુંબઈમાં તેના કેટલાક પરિસરમાં દરોડા પાડ્યા હતા. સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ, આવકવેરા વિભાગને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અભિનેતા સોનુ સૂદે કથિત રીતે FCRA (ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલટ્રી એક્ટ)નું ઉલ્લંઘન કર્યું છે. બુધવારે મુંબઈ અને લખનૌમાં ઓછામાં ઓછા અડધો ડઝન સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. તે જ સમયે, સોનુ સૂદનાં નાણાકીય વ્યવહારો સાથે સંકળાયેલી રિયલ એસ્ટેટ ડીલ વિશે વિભાગ તપાસ કરે છે.

આ ઉપરાંત સોનુ સૂદના ઘર-ઓફિસ સહિત છ જગ્યાએ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા છે. સતત ત્રીજા દિવસે પણ કાર્યવાહી ચાલુ છે. સૂત્રોએ દાવો કર્યો છે કે IT ડિપાર્ટમેન્ટને દરોડા દરમિયાન અંગત ફાઇનાન્સ સાથે જોડાયેલી એક બાબતમાં ટેક્સની ગેરરીતિ જોવા મળી છે. શૂટિંગ માટે સોનુએ જે પણ ફી લીધી હતી, તેમાં પણ અનિયમિતતા જોવા મળી છે. ઇનકમ ટેક્સ વિભાગ સોનુના ચેરિટી ફાઉન્ડેશનના અકાઉન્ટની પણ તપાસ કરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement