ગોંડલના ઘોઘાવદર ગામ પાસે કોળી પરિવારને નડ્યો અકસ્માત : વહેલી સવારે ટ્રાવેલ્સની બસ પલ્ટી મારતા ૪૦ થી વધુ ઘાયલ

18 September 2021 07:57 AM
Gondal Saurashtra
  • ગોંડલના ઘોઘાવદર ગામ પાસે કોળી પરિવારને નડ્યો અકસ્માત : વહેલી સવારે ટ્રાવેલ્સની બસ પલ્ટી મારતા ૪૦ થી વધુ ઘાયલ
  • ગોંડલના ઘોઘાવદર ગામ પાસે કોળી પરિવારને નડ્યો અકસ્માત : વહેલી સવારે ટ્રાવેલ્સની બસ પલ્ટી મારતા ૪૦ થી વધુ ઘાયલ

રાજકોટ : આજે વહેલી સવારે ચોટિલા અને જસદણના કોળી પરિવારજનો સાથે પ્રાચી જઈ રહી બસ એકાએક ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ પાસે પલ્ટી મારતા અફડાતફડી સર્જાઈ હતી. વહેલી સવારે વડાલી, મોનપર, લાખચોકિયા ગામના પરિવારજનોને અકસ્માત નડ્યો.
અકસ્માતના બનાવ નો જાણ થતા ૧૦૮, નગરપાલિકા અને માનવ સેવા સમાજ, માંધાતા ગ્રુપની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. બસ ના ડ્રાઈવર સહિત આશરે ૪૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે. ૨૬ જેટલા લોકોને રાજકોટ ની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યારે અન્ય ગોંડલ ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત ની ઘટના ને લઈને ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, સમીરભાઈ કોટડીયા, કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા, બક્ષીપંચ મોરચા ના પ્રમુખ ચંદુભાઈ ડાભી હોસ્પિટલ ખાતે પહોચ્યા. આ ઉપરાંત ગોંડલ શહેર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement