પંજાબમાં કેપ્ટન અમરીન્દરસિંહનું રાજીનામું માંગી લેવાયુ? 40 ધારાસભ્યોના બળવાનો સંકેત

18 September 2021 03:29 PM
India Politics
  • પંજાબમાં કેપ્ટન અમરીન્દરસિંહનું રાજીનામું માંગી લેવાયુ? 40 ધારાસભ્યોના બળવાનો સંકેત

ચંદીગઢમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં બળાબળના પારખા થશે

પ્રદેશ પ્રમુખ નવજોત સિદ્ધુ જુથે આખરી ઘા મારી દીધો: કેપ્ટન પણ કોંગ્રેસ મોવડીમંડળથી નારાજ: નવાજુનીની તૈયારી

અમૃતસર તા.18: પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરીંદરસિંઘ તથા પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ વચ્ચેનો વિવાદ હવે આખરી તનાવમાં પ્રવેશી ગયો છે અને આજે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી રહી છે અને તેમાં કેપ્ટન સામે અવિશ્વાસની દરખાસ્ત પણ આવી શકે છે

તો બીજી બાજુ ધારાસભ્યોની બેઠક માટે દિલ્હીથી બે નિરીક્ષકો ચંદીગઢ પહોંચી ગયા છે અને કેપ્ટન અમરીંદરસિંહ પણ વળતો હુમલો કરવાની તૈયારીમાં છે. ધારાસભ્યોની બેઠકમાં માનવામાં આવે છે કે 40 જેટલા ધારાસભ્યો કેપ્ટનની વિરુદ્ધ છે અને તેથી કેપ્ટનની વિરુદ્ધ હોવાનું મનાય છે અને જો તે વચ્ચે બીનસતાવાર સૂત્રોના મુજબ કોંગ્રેસ મોવડીમંડળે કેપ્ટન અમરીંદરસિંઘનું રાજીનામું માંગી લીધું છે અને નવા નેતા નિશ્ચીત કરવા ધારાસભ્યો પણ મતદાન કરશે તેમ માનવામાં આવે છે.

નવા મુખ્યમંત્રી તરીકે પ્રદેશના સીનીયર નેતા સુનીલ જાખડ અથવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિદ્ધુ બે માંથી એકને પસંદ કરાશે તેમ મનાશે. બીજી તરફ કેપ્ટન અમરીન્દરસિંઘ પણ પક્ષમાં બળવો કરે તેવી શકયતા નકારાતી નથી. ગઈકાલે રાત્રે કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને બાદમાં તેઓ ચંદીગઢ આવવા રવાના થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ સાંજે પાંચ વાગ્યા સુધીમાં પંજાબમાં નવી રાજકીય હલચલ થઈ શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement