પરંપરાગત કોલ ઓન માટે પોલીસ અધિકારીઓ સમય ન બગાડે : હર્ષ સંઘવીની તાકીદ

18 September 2021 07:28 PM
Ahmedabad Gujarat
  • પરંપરાગત કોલ ઓન માટે પોલીસ અધિકારીઓ સમય ન બગાડે : હર્ષ સંઘવીની તાકીદ

પિતાશ્રી સહિતના પરિવારજનો સાથે પૂજાવિધિ કરીને ચાર્જ સંભાળતા યુવા ગૃહ રાજયમંત્રી : અમિતભાઇ સહિતના શીર્ષનેતૃત્વ પાસેથી રાજકારણના પાઠ શીખ્યો છું : વડાપ્રધાન મોદીનો આભાર માન્યા

આગામી સમયમાં દરેક જિલ્લામાં પ્રવાસ કરવાની જાહેરાત : પૂર્વ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના આશિર્વાદ લીધા : પૂર્વ મુખ્યમંત્રીને પણ યાદ કરીને આભાર માન્યો

ગાંધીનગર, તા. 18
ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષા માટે નાની ઉંમરે મોટી જવાબદારી મને સોંપી છે. ત્યારે આ હોદ્દો નથી પરંતુ મોટી જવાબદારી છે. જેને હું સારીરીતે નિભાવીશ તેમ નવનિયુક્ત રાજય ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું છે.આજે બપોરે 1:20 કલાકના શુભ મૂહર્તમાં રાજ્યના ગૃહ મંત્રી તરીકે સૌથી નાની વયના હર્ષ સંધવી એ પોતાનો હોદ્દો ગ્રહણ કરી વિધિવત ઓફિસ નો ચાર્જ સંભાળ્યો હતો આ તબક્કે પરિવારજનો સાથે ધાર્મિક પૂજાવિધિ કરી હતી અને ત્યારબાદ મીડિયા સાથેની પ્રથમ પ્રતિક્રિયામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તરફથી મને ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.

જેને નિભાવવા માટે હું કટિબદ્ધ છું એટલું જ નહીં આ હોતો નથી પરંતુ મારા ઉપર મુકેલા વિશ્વાસ અને મોટી જવાબદારી સોંપી છે આ તબક્કે તેમણે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને પોતાના શુભેચ્છકોને અપીલ કરી હતી કે આજે મેં હોદ્દો ગ્રહણ કરે છે ત્યારે કે આવનાર સમયમાં કોઈએ મારા માટે ભેટ સોગાદ લઈ ને રૂબરૂ મુલાકાત કરવા નહીં આવવાની અપીલ વ્યક્ત કરી હતી આ તબક્કે તેમણે કહ્યું હતું કે આજે સવારે હું મારા અનુગામી અને ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ની શુભેચ્છા મુલાકાત લઈને તેમના આશીર્વાદ મેળવ્યા છે.

એટલું જ નહીં તેમની સાથે અંદાજિત એક કલાક સુધી માર્ગદર્શન મેળવી નવી જવાબદારી કેવી રીતે નિભાવી તેનું સંપૂર્ણ માર્ગદર્શન પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું હોવાનો એકરાર કર્યો હતો આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે પૂર્વ ગૃહ રાજ્ય મંત્રીના ગૃહ વિભાગના વિચારેલા અને અધૂરા રહેલા કામો હું આગળ ધપાવી ગુજરાતી શાંતિ સલામતી અને સુરક્ષા માં ક્યાંય ઊણો ઉતરીશ નહીં તેવી કટિબદ્ધતા બતાવી હતી.

આ તબક્કે તેમણે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ અપીલ કરી હતી કે કોઈપણ પોલીસ અધિકારીએ પરંપરાગત કોલ ઓન માટે પોતાનો સમય વેડફે નહીં એટલે કે ગૃહ રાજ્ય મંત્રી સમક્ષ રૂબરૂ કોલ ઓન કરવા ન આવે તેવી અપીલ કરી હતી જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે હું આગામી સમયમાં રાજ્યના તમામ જિલ્લા નો પ્રવાસ કરવાનો છું અને ત્યારે તે સમયે રૂબરૂ મુલાકાત કરીશ તેવી હૈયાધારણા આપી હતી આ તબક્કે ભાજપ ના શિર્ષનેતૃત્વને યાદ કરતા હર્ષ સંઘવી એ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નાની ઉંમરે સૌપ્રથમ વખત મોટી જવાબદારી મને સોંપવામાં આવી છે.

તે બદલ હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરું છું આ ઉપરાંત ભારત સરકારના ગૃહમંત્રી અમીત શાહ અંગે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે હું જયારે પા પા પગલી કરતો હતો ત્યારે અમિતભાઇ પાસેથી હું ઘણો શીખ્યો છું. જેનો સદુપયોગ હું ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષા માટે કરીશ આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આજે ઓફિસ નો ચાર્જ સંભાળતા પહેલા સવાર થી જ સિનિયર નેતાઓ ના આશીર્વાદ મેળવ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે સિનિયર મંત્રીઓના માર્ગદર્શન અને કરેલા કામોના અનુભવ મુજબ હું ગુજરાતમાં કામગીરી કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ વેળાએ હર્ષ સંઘવીએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ટીમમાં સ્થાન મેળવવા બદલ તેમના સહિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આજે નવનિયુક્ત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પોતાની ઓફિસ નો ચાર્જ સંભાળ્યો તે વેળાએ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા સહિત ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ પ્રથમ કોલ ઓન મુલાકાત કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement