સહકારી પ્રેસની બીનહરીફ પેનલમાં બે કોંગ્રેસના નેતા: પક્ષના બેનર પર ચુંટણી લડવાની ભાજપની નીતિનું સૂરસૂરીયું?

18 September 2021 08:46 PM
Rajkot
  • સહકારી પ્રેસની બીનહરીફ પેનલમાં બે કોંગ્રેસના નેતા: પક્ષના બેનર પર ચુંટણી લડવાની ભાજપની નીતિનું સૂરસૂરીયું?

રાજકોટ માર્કેટયાર્ડની ચુંટણીનો ગરમાવો શરુ થયો છે. ભાજપના જ બે જૂથો જબરદસ્ત ખેંચતાણ છે તેવા સમયે રાજકોટ જીલ્લા સહકારી પ્રકાશન તથા મુદ્રણાલયની ચુંટણી બીનહરીફ થઈ છે. ભાજપની પેનલ બીનહરીફ થયાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તેમાં બે કોંગ્રેસ નેતાના નામો સામે આવતા સહકારી જગતમાં ભારે ચર્ચા થવા લાગી છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામ સહકારી સંસ્થાની ચુંટણી પક્ષના બેનર હેઠળ લડવાનો આદેશ જારી કર્યો હતો. સામાન્ય રીતે સહકારી રાજકારણમાં ભાજપ-કોંગ્રેસ સાથે મળીને સમજુતી કરતા હોય છે. વર્ષોની પરંપરા છે. ભાજપની નવી નીતિથી સહકારી ક્ષેત્રે કેવા પ્રત્યાઘાતો પડે છે તેના પર મીટ હતી તેવા સમયે રાજકોટ જીલ્લા સહકારી પ્રેસની ચુંટણીમાં ભાજપે પોતાની પેનલ બીનહરીફ થયાનું જાહેર કર્યુ હતું. રસપ્રદ વાત એ છે કે બીનહરીફ પેનલમાં બે કોંગ્રેસના નેતા છે. ધીરુભાઈ ધાબલીયા સ્થાપનાકાળથી સહકારી પ્રેસ સાથે જોડાયેલા છે. રાજકોટની સીટ પર યજ્ઞેશ જોશી બીનહરીફ થયા છે. આ બન્ને નેતા કોંગ્રેસના છે. ભાજપના સહકારી રાજકારણમાં કોઈ પ્રત્યાઘાતો પડે છે કે કેમ તેના પર મીટ છે.


Loading...
Advertisement
Advertisement