શિક્ષણ મંત્રીનો ચાર્જ સાંભળતા જીતુ વાઘાણી : પ્રથમ બેઠકમાં જ 23 કરોડની ગ્રાન્ટ ફાળવી

18 September 2021 09:30 PM

  • શિક્ષણ મંત્રીનો ચાર્જ સાંભળતા જીતુ વાઘાણી : પ્રથમ બેઠકમાં જ 23 કરોડની ગ્રાન્ટ ફાળવી
  • શિક્ષણ મંત્રીનો ચાર્જ સાંભળતા જીતુ વાઘાણી : પ્રથમ બેઠકમાં જ 23 કરોડની ગ્રાન્ટ ફાળવી
  • શિક્ષણ મંત્રીનો ચાર્જ સાંભળતા જીતુ વાઘાણી : પ્રથમ બેઠકમાં જ 23 કરોડની ગ્રાન્ટ ફાળવી
  • શિક્ષણ મંત્રીનો ચાર્જ સાંભળતા જીતુ વાઘાણી : પ્રથમ બેઠકમાં જ 23 કરોડની ગ્રાન્ટ ફાળવી

વિધિવત ચાર્જ સાંભળતા જ વાઘાણી એક્શન મોડમાં : અધિકારો સાથે બે કલાક સુધી બેઠક કરી, અગાઉના મંત્રીઓ સમયની નીતિ જાણી, યોજનાઓ અંગે ઝડપી કામ કરવા તાકીદ કરી

ગાંધીનગર:
ગુજરાતમાં નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવ્યા બાદ તમામ નવા મંત્રીઓને વિવિધ ખાતા ફાળવવામાં આવ્યાં છે, જુના મંત્રીઓનું સ્થાન હવે નવા મંત્રીઓ લીધું છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી તરીકે જીતુ વાઘાણીએ આજથી સ્વર્ણિમ સંકુલ ખાતે ચાર્જ સંભાળ્યો છે. જીતુ વાઘાણીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બીજી ચેમ્બર ફાળવવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલમાં 10 કેબિનેટ મંત્રીઓને ચેમ્બર ફાળવવામાં આવી છે. સરકારની ઈમેજ નવેસરથી ઊભી કરવા માટે જે નવી સરકાર રચાઈ છે તેમના માંથે મોટી જવાબદારીનો ભાર મુકવામાં આવ્યો છે ત્યારે ગુજરાતની નવી રચાયેલી સરકારના મંત્રીઓને અગાઉ રહેલા મંત્રીઓની ચેમ્બર ફાળવવામાં આવી છે.

ગુજરાતના નવા વરાયેલા મંત્રીઓમાંથી મોટાભાગના મંત્રીઓએ આજે જ ચાર્જ સંભાળી લીધો છે. વિધાનસભા ચૂંટણી પહેલા નવી સરકાર અને નવા મંત્રીઓ સામે અનેક મોટા પડકાર છે, ત્યારે શિક્ષણ ખાતું સંભાળી રહેલા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ ચાર્જ સાંભળતા જ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેઓએ આજે સવારે ખાતાનો વહીવટ સંભાળ્યો હતો. જે બાદ શિક્ષણ ખાતાના મોટા અધિકારીઓ સાથે બેઠક કરી અગાઉની સરકારમાં ચાલી રહેલી શિક્ષણની યોજનાઓ અને ભવિષ્યના આયોજન વિશે લગભગ 2 કલાક બેઠક લઈ ગહન ચર્ચા કરી હતી. જે બાદ શૈક્ષણિક યોજનાઓ માટે 23 કરોડ અને 77 લાખની ગ્રાન્ટ ફાળવી દીધી હતી.

ગુજરાતના શિક્ષણને વધુ વેગવંતુ બનવવા આ નિર્ણય કર્યો હોવાનું જીતુ વાઘાણીએ વાત કરી હતી. જુદી જુદી યોજનાઓ માટે આ ગ્રાન્ટ વપરાશે તેવી જાહેરાત પણ કરી હતી, અને અધિકારીઓને શિક્ષણની દરેક યોજનાને પાયા પર લાગુ મુઝવતા પ્રશ્નોના જલ્દી નિકાલ માટે નિર્દેશ પણ કર્યા હતા.

● જેટલો ઉત્સાહ જીતુભાઈને છે તેટલો જ મને પણ છે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

સ્વર્ણિમ સંકુલમાં રાજ્યના નવ નિયુક્ત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ચાર્જ સંભાળતી વખતે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં પણ હાજર રહ્યાં હતા, તેઓએ જણાવ્યું હતું કે, જેટલો ઉત્સાહ જીતુભાઈ વાઘાણીને છે તેટલો જ ઉત્સાહ મને પણ છે. આ સાથે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જીતુભાઈ વાઘાણીને શુભેચ્છા પાઠવી હતી.


Loading...
Advertisement
Advertisement