ચાર્જ સાંભળતા જ શિક્ષણમંત્રી વાઘણીએ 906 વિદ્યાર્થીઓને 7.83 કરોડની સહાય મંજુર કરી

18 September 2021 10:28 PM
Government Gujarat Politics
  • ચાર્જ સાંભળતા જ શિક્ષણમંત્રી વાઘણીએ 906 વિદ્યાર્થીઓને 7.83 કરોડની સહાય મંજુર કરી
  • ચાર્જ સાંભળતા જ શિક્ષણમંત્રી વાઘણીએ 906 વિદ્યાર્થીઓને 7.83 કરોડની સહાય મંજુર કરી
  • ચાર્જ સાંભળતા જ શિક્ષણમંત્રી વાઘણીએ 906 વિદ્યાર્થીઓને 7.83 કરોડની સહાય મંજુર કરી
  • ચાર્જ સાંભળતા જ શિક્ષણમંત્રી વાઘણીએ 906 વિદ્યાર્થીઓને 7.83 કરોડની સહાય મંજુર કરી
  • ચાર્જ સાંભળતા જ શિક્ષણમંત્રી વાઘણીએ 906 વિદ્યાર્થીઓને 7.83 કરોડની સહાય મંજુર કરી
  • ચાર્જ સાંભળતા જ શિક્ષણમંત્રી વાઘણીએ 906 વિદ્યાર્થીઓને 7.83 કરોડની સહાય મંજુર કરી
  • ચાર્જ સાંભળતા જ શિક્ષણમંત્રી વાઘણીએ 906 વિદ્યાર્થીઓને 7.83 કરોડની સહાય મંજુર કરી

● મંત્રી મનીષાબેન વકીલ, રાઘવભાઈજી પટેલ, જીતુભાઈ વાઘાણી, પ્રદિપભાઈ પરમારે વિધિવત પદભાર સંભાળ્યો ● પદભાર સાંભળી શિક્ષણમંત્રી વાઘણીએ પત્રકાર પરિષદ પણ સંબોધી હતી

ગાંધીનગર:
નવા મંત્રી મંડળની રચના બાદ આજે 4 મંત્રીઓએ વિધિવત પદભાર સાંભળ્યો છે. ગઈકાલે મંત્રી મનીષાબેન વકીલે ચાર્જ સાંભળ્યા બાદ આજે રાઘવભાઈજી પટેલ, જીતુભાઈ વાઘાણી, પ્રદિપભાઈ પરમાર પોતાને ફળવાયેલા કાર્યાલય ખાતે પૂજન વિધિ સાથે જવાબદારી સંભાળી છે. ચાર્જ સાંભળતા જ શિક્ષણમંત્રી વાઘણીએ 906 વિદ્યાર્થીઓને 7.83 કરોડની સહાય મંજુર કરી છે.

શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રોદ્યૌગિકી મંત્રી તરીકે શિક્ષણમંત્રીએ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. જેમાં રાજ્યના વિદ્યાર્થીઓ-યુવાઓ માટે મહત્વના નિર્ણયો કર્યા છે. શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત 906 વિદ્યાર્થીઓને રૂા. 7.83 કરોડની નાણાકીય સહાયને મંજૂરી આપી છે. જેમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) યોજના અંતર્ગત 383 વિદ્યાર્થીઓને રૂ. 4.51 કરોડની નાણાકીય સહાય, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત કુલ 94 વિદ્યાર્થીઓને રૂા. 2.67 કરોડની નાણાકીય સહાય અને શોધ યોજના અંતર્ગત કુલ 429 વિદ્યાર્થીઓને રૂ. 64.35 લાખની નાણાકીય સહાય ચૂકવવાનો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અંતર્ગત 5 યુનિવર્સિટી અને 5 સંસ્થાઓને કુલ રૂ. 86.45 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. તેમજ રાજ્ય વ્યાપી સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઈન્ડીયા હેકાથોન સ્પર્ધામાં વિજેતા થયેલ વિધાર્થીઓની 18 ટીમોને રૂ. 7.20 લાખના ઇનામો આપવામાં આવ્યા છે એ જ રીતે “ડીજીટલ એજ્યુકેશન ડેવલોપમેન્ટ ફંડ (DEDF)” અંતર્ગત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનાં કેમ્પસ વાઈફાઈ કરવા, ડીજીટલ ક્લાસરૂમ ઉભા કરવા, ઈ-લાયબ્રેરીની સુવિધાઓ ઉભી કરવા, શૈક્ષણિક સોફ્ટવેરની ખરીદી જેવા વિવિધ હેતુઓ માટે ચાલુ વર્ષે મંજુર થયેલ રકમ પૈકી રૂ. 15 કરોડ ફાળવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત રાજયના તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય પૂરી પાડવા માટે ધોરણ- 10માં 80 કે તેથી વધુ પર્સેન્ટાઇલ મેળવી ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર, ધોરણ- 12માં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર તેમજ ડીપ્લોમાં અભ્યાસક્રમમાં 65 ટકા કે તેથી વધુ ગુણ મેળવી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અને વાલીની વાર્ષિક આવક રૂ. 6 લાખ સુધીની હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત ટયુશન ફી સહાય, રહેવા જમવાની સહાય અને પુસ્તક સહાય આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત મેડીકલ અને ડેન્ટલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ. 2.20 લાખ સુધીની સહાય મળી અભ્યાસક્રમના સમગ્ર સમયગાળા દરમિયાન કુલ રૂ. 9.64 લાખ સુધીની સહાય ઉપરાંત મુખ્યમંત્રી કન્યા કેળવણી નીધિમાંથી વધારાના રૂ 18 લાખ એમ કુલ રૂ. 27.64 લાખની સહાય મળવાપાત્ર થાય છે. પેરામેડીકલ, ટેકનીકલને પોકેશનલ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને દર વર્ષે 67,000 સુધીની સહાય અભ્યાસક્રમના સમગ્ર સમયગાળા દરમિયાન રૂ. 2.53 લાખ સુધીની સહાય મળવાપાત્ર થાય છે. વર્ષ 2021-22 દરમિયાન કુલ 65,000 વિદ્યાર્થીઓને રૂ. 287 કરોડની સહાય આપવામાં આવશે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે મેડીકલ કોલેજોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને 50 ટકા ટ્યુશન ફી સહાય રૂ. 2 લાખની મર્યાદામાં મળવાપાત્ર છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે મેડીકલ અભ્યાસક્રમની વિદ્યાર્થીનીઓને 50 ટકા ટ્યુશન સહાય અને બાકીની 50 ટકા ટ્યુશન ફી સહાય, કુલ ટ્યુશન ફી રૂ. 6 લાખની મર્યાદામાં મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાંથી મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત મેડીકલ અભ્યાસક્રમની વિદ્યાર્થીનીઓને કુલ રૂ. 27.64 લાખની સહાય મળવાપાત્ર થાય છે. જેના કારણે મેડીકલ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીનીઓની સંખ્યાના પ્રમાણમાં 18 ટકાનો વધારો થયો છે. આ યોજના હેઠળ વર્ષ 2021-22 દરમિયાન કુલ 3000 વિદ્યાર્થીઓને રૂા. 85 કરોડની સહાય આપવામાં આવશે.

રાજ્યની યુનિવર્સિટીઓમાં પીએચ.ડી. કોર્ષમાં પ્રવેશ મેળવેલ તેજસ્વી અને પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓ ગુણવત્તા યુક્ત સંશોધન કરીને વૈશ્વિક ક્ષિતિજોને આંબે એ માટે તેમને પ્રતિ માસ આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા શોધ યોજના વર્ષ 2019થી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યની યુનિવર્સિટીઓમાં પી.એચ.ડી. કોર્ષમાં ગુણવત્તાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીઓને દર મહીને રૂ. 15,000 નાણાકીય સહાય (સ્ટાઇપેન્ડ અને અન્ય આનુષાંગિક ખર્ચ પેટે વાર્ષિક રૂ. 20,000 એમ કુલ પ્રતિ વર્ષ રૂ. 2 લાખ લેખે બે વર્ષ માટે કુલ રૂ. 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. વર્ષ 2021-22 માટે 1745 વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષના રૂ. 2 લાખ લેખે કુલ રૂ. 34.90 કરોડ નાણાકીય સહાય આપવામાં આવશે.

● શુક્રવારે મનીષાબેન વકીલે પદભાર સંભાળ્યો હતો

મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી મનીષાબેન વકીલે શુક્રવારે પદભાર સાંભળ્યાના પ્રથમ દિવસે ડો. જીવરાજ મહેતા ભવન (જુના સચિવાલય) બ્લોક નંબર.૨૦ સ્થિત મહિલા અને બાળ વિકાસ કમિશ્નરની કચેરી ખાતે મુલાકાત લીધી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે.કે. નિરાલાએ વિભાગની કામગીરી, યોજનાઓ તથા તેનો વ્યાપ અને આગામી આયોજનો અંગે મંત્રીને વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા. ત્યાર બાદ મંત્રીએ વિભાગના સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.

● કેબિનેટ મંત્રી પ્રદિપભાઈ પરમારે પણ પદભાર સંભાળ્યો

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી પ્રદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં આજે પદગ્રહણ કર્યાના પ્રથમ દિવસે જ સ્વર્ણિમ સંકુલ -1 ખાતે તાપી હોલમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલ તેમજ મંત્રી આર.સી.મકવાણાએ પણ હાજર રહી જરૂરી સૂચનો કર્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંલગ્ન કચેરીઓના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજીને મંત્રીએ વિભાગને લગતી દરેક યોજનાઓનો લાભ તમામ જરૂરિયાતમંદોને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો કર્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે વિભાગની કામગીરી, યોજનાઓ તથા તેનો વ્યાપ અને આગામી આયોજનો અંગે મંત્રીઓને વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા. જેને બારીકાઈથી સાંભળીને લાભાર્થીઓને વધુ ઉપયોગી થઈ શકાય તે માટેના જરૂરી સૂચનો આપ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement