વડોદરા ક્રિકેટ એસો.એ એક કરોડ રૂપિયા ચૂકવી ડેવ વ્હોટમોરને કોચ બનાવ્યા

25 September 2021 12:43 PM
Vadodara Gujarat Sports
  • વડોદરા ક્રિકેટ એસો.એ એક કરોડ રૂપિયા ચૂકવી ડેવ વ્હોટમોરને કોચ બનાવ્યા

ભારતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ઈતિહાસના સૌથી મોંઘા કોચ બન્યા વ્હોટમોર: 1996માં વર્લ્ડકપ જીતનારી શ્રીલંકન ટીમના પણ કોચ હતા

વડોદરા, તા.22
વડોદરા ક્રિકેટ એસોસિએશને આગામી ઘરેલું સીઝન 2021-22 માટે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડેવ વ્હોટમોરને ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગેની જાણકારી વડોદરા ક્રિકેટ એસો.ના સચિવ અજીત લેલેએ આપી છે.

વ્હોટમોર ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ઈતિહાસના સૌથી મોંઘા કોચ છે. વડોદરા ક્રિકેટ એસો.એ તેની સાથે એક કરોડ રૂપિયામાં કરાર કર્યો છે. લેલેએ કહ્યું કે વ્હોટમોર ગત બુધવારે જ ટીમના મુખ્ય કોચ તરીકે જોડાયા છે અને તે અન્ય કોચ, અન્ય ઉંમરના ગ્રુપને પણ માર્ગદર્શન આપશે.

67 વર્ષીય વ્હોટમોરને ટોચના ક્રિકેટમાં કોચિંગનો વર્ષોનો અનુભવ છે અને 1996માં વિશ્વકપ જીતનારી શ્રીલંકન ટીમના પણ તેઓ કોચ રહ્યા હતા. આ પછી તેઓ વિવિધ ટીમના કોચ તરીકે કાર્યરત રહ્યા છે. ભારતીય ઘરેલું સર્કિટમાં તેમણે કેરળ સાથે પણ કામ કર્યું છે. તેમનો અંતિમ કાર્યકાળ નેપાળ સાથે હતો. આ પહેલાં તેઓ નેપાળ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હતા.


Related News

Loading...
Advertisement
Advertisement