કાબુલમાં મહિલાઓના વાહન ચલાવવાના ટ્રેનીંગ સેન્ટર બંધ

27 September 2021 10:18 AM
India Top News Woman World
  • કાબુલમાં મહિલાઓના વાહન ચલાવવાના ટ્રેનીંગ સેન્ટર બંધ

દિલ્હી તા.27
અફઘાનીસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ અફઘાન બિઝનેસ મહિલાઓ માટે કામમાં નુકશાન થયુ છે. શરીયન કાયદાના તાલિબાનના કઠોર અર્થઘટનના કારણે તેઓ તેમના ઘરોમાં મર્યાદીત છે.

મળતી માહિતી મુજબ એક અફઘાન મહિલા નીલાબ એ મહિલાઓ માટે લીધેલ ડ્રાઈવીંગ પ્રશિક્ષણ કેન્દ્રને બંધ કરવાનું નકકી કર્યુ છે. જે એક વર્ષ પહેલા કાબુલમાં સ્થપાયુ હતું. નીલાબએ કહ્યું કે 30થી વધુ મહિલાઓ છે જે ડ્રાઈવીંગ શીખવા માંગે છે. છતાં પણ છેલ્લા મહિનાથી કોઈ છોકરી કે સ્ત્રી કેન્દ્રમાં આવી નથી.

મહિલાઓએ કહ્યું કે તેમને કામ અને અભ્યાસથી વંચિત ન રાખવા જોઈએ. કારણ કે તેઓ સમાજનો અડધો ભાગ છે. કેન્દ્રમાંથી તાલીમ લઈ ચુકેલા મુગ્દાએ કહ્યું કે મહિલાઓનું કૌશલ્ય નિર્માણ ચાલુ રાખવાની જરૂર છે.


Related News

Loading...
Advertisement
Advertisement