સુરતમાં ફરી એપાર્ટમેન્ટ સિલ થવા લાગ્યા : બે સોસાયટીમાં 9-9 કોરોના કેસ આવતા સાથે 408 લોકો 'કવોરંટાઈન' : કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થતાં 14 દિવસ સુધી બહાર નહીં જઈ શકે, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

27 September 2021 06:50 PM
Surat Gujarat
  • સુરતમાં ફરી એપાર્ટમેન્ટ સિલ થવા લાગ્યા : બે સોસાયટીમાં 9-9 કોરોના કેસ આવતા સાથે 408 લોકો 'કવોરંટાઈન' : કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થતાં 14 દિવસ સુધી બહાર નહીં જઈ શકે, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • સુરતમાં ફરી એપાર્ટમેન્ટ સિલ થવા લાગ્યા : બે સોસાયટીમાં 9-9 કોરોના કેસ આવતા સાથે 408 લોકો 'કવોરંટાઈન' : કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થતાં 14 દિવસ સુધી બહાર નહીં જઈ શકે, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • સુરતમાં ફરી એપાર્ટમેન્ટ સિલ થવા લાગ્યા : બે સોસાયટીમાં 9-9 કોરોના કેસ આવતા સાથે 408 લોકો 'કવોરંટાઈન' : કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થતાં 14 દિવસ સુધી બહાર નહીં જઈ શકે, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરત : સુરતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અઠવાલાઇન્સ ઝોનના ઈન્ડોર સ્ટેડિયમ પાસે આવેલા મેઘમયુરમાં ૯ કેસ અને રાંદેર ઝોનમાં પાલ વિસ્તારના સુમેરુ સિલ્વર એપાર્ટમેન્ટમાં પણ 9 કેસ નોંધાતા બંને એપાર્ટમેન્ટને પાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે 408 લોકોને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકી પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓની ગણેશોત્સવ અને પર્યુષણ પર્વમાં ગયા હોવાની હિસ્ટ્રી મળી હોવાનું પાલિકાના આરોગ્ય તંત્રએ નોંધ્યું છે. ધાર્મિક ઉત્સવોમાં ભીડભેગી થઈ હોય સંક્રમણ ફેલાયું હોવાનું નાયબ આરોગ્ય અધિકારી કે.આઇ.ખત્રીએ જણાવ્યું હતું.

પોઝિટિવ આવેલા બાળકો ઓનલાઈન ભણે છે
રાંદેર ઝોનમાં પાલ રોડના સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટમાં 10થી 14 વર્ષના 3 બાળક સહિત 9 કેસ છેલ્લા અઠવાડિયામાં પોઝિટિવ નોંધાયા છે. જેને પગલે આ એપાર્ટમેન્ટ સીલ કરી દેવાયું છે. કેસ વધતા એપાર્ટમેન્ટમાં બાકી રહેલા 47 રહીશોએ 4 જ દિવસમાં રસી લઈ લીધી છે. જ્યારે અન્ય બાળકોના ટેસ્ટ કરતા 77 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલા બાળકો ઓનલાઈન ભણે છે પણ સોસાયટીના ગણેશોત્સવમાં જમણવારમાં ગયા હતા.

દૈનિક જરૂરિયાત માટે વ્યવસ્થા ગોઠવાઈ
મેઘમયુર નામના એક જ એપાર્ટમેન્ટમાં એ વિભાગમાં 7 અને બી વિભાગમાં 2 મળી 9 કેસ નોંધાયા છે ત્યારે 71 ફ્લેટની 168 વસતીને ફરજિયાત ક્વોરન્ટીન કરાયાં છે. ક્લસ્ટર જાહેર કરાયું હોય રહીશોની અવર જવર પર બંધ કરાવી દેવાઇ છે. એપાર્ટમેન્ટના ગેટ પર તાળું મારી દઈ આડા વાંસ બાંધી દેવાયા છે અને સિક્યોરિટી ગાર્ડ મુકાયા છે તથા પોલીસ તંત્રને પણ જાણ કરી દેવાઇ છે. કન્ટેઈનમેન્ટ હોય રહીશોની દૈનિક જીવન જરૂરિયાત માટે વોચમેન, ગાર્ડનો સહકાર લેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

એપાર્ટમેન્ટમાં લોકો કેદ થતાં પાલિકાની ટીમ સાથે જીભાજોડી
સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટમાં કોરોનાના 9 કેસ મળતા ગાઇડ લાઇન પ્રમાણે પાલિકાએ ક્લસ્ટર જાહેર કરી રહીશોને ક્વોરન્ટીનમાં રહેવા સૂચના આપી છે અને એપાર્ટમેન્ટને સીલ મરાયું છે. દૈનિક ધનવંતરી રથ થકી ટેસ્ટિંગ કામગીરી પણ કરાઈ છે ત્યારે કેદી જેવી સ્થિતિમાં મુકાયેલા રહીશોએ રવિવારે પાલિકાના કર્મચારીઓ સાથે જીભાજોડી કરી હતી અને બેરિકેડ ખોલવા પણ કહ્યું હતું પરંતુ નાયબ આરોગ્ય અધિકારીએ જઇને કોરોનાની સ્થિતિ ગાઇડ લાઇનનું પાલન અંગે સમજાવતાં માંડ માંડ મામલો થાળે પડ્યો હતો


Related News

Loading...
Advertisement
Advertisement